ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના બેનર હેઠળ જીએસસી બેન્ક ખાતે નેશનલ મેન્સ તથા વિમેન્સ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
બે રાઉન્ડ બાદ વિમેન્સ પીએસપીબી ટીમ અને મેન્સમાં આરએસપીબી-બી ટીમ બે પોઇન્ટથી આગળ રહી હતી. પીએસપીબી વિમેન્સ ટીમે આંધ્રપ્રદેશ-બી ટીમને તથા મેન્સમાં આરએસપીબી-બી ટીમે એલઆઇસીને પરાજય આપ્યો હતો. વિમેન્સમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને તામિલનાડુ-એ ટીમ અનુક્રમે બે-બે પોઇન્ટ સાથે બીજા અને ત્રીજા ક્રમે રહી હતી. મેન્સમાં કેરળ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુક્રમે 2-2 પોઇન્ટ સાથે બીજા અને ત્રીજા ક્રમે રહી હતી. ગુજરાતની બી અને ઇ ટીમે અનુક્રમે બે-બે પોઇન્ટ હાંસલ કર્યા હતા. બીજા રાઉન્ડમાં ગુજરાત-એ ટીમના ખેલાડી સમર્થ શ્રાીની વોરિયરે આરએસપીબી-એ ટીમના નીતિન સામે વિજય મેળવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતની કુલ 60 ટીમો ભાગ લઈ રહી છે. મેન્સ કેટેગરીમાં ૪0 તથા વિમેન્સમાં 20 ટીમો છે. દરેક કેટેગરીની ટોચના 10 ખેલાડીઓ (10 મેન્સ તથા 10 વિમેન્સ) વચ્ચે કુલ 10 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.


