- આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર
- પુલવામાના પરિગામ વિસ્તારમાં અથડામણ યથાવત
- પરિગામ વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી- સર્ચ ઓપરેશન
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શનિવારે (11 નવેમ્બર) આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. પુલવામાના પરિગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ હજુ પણ ચાલુ છે. આતંકવાદી ગતિવિધિની જાણ થયા બાદ સુરક્ષા દળોએ પરિગામ વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિગામ વિસ્તારમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. તે વિસ્તારમાં 1 થી 2 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. હાલમાં ત્યાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સુરક્ષા દળો પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ ઝોને ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આતંકવાદી ગતિવિધિ અંગે ઈનપુટ મળ્યા બાદ સેના અને પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
વિસ્તારમાં જવાનોની હિલચાલ જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં માર્યો ગયેલો આતંકવાદી TRAS સંગઠન સાથે સંકળાયેલો હતો.