ભારતીય વાયુસેનાએ પંજાબના માધોપુરની પાસે રાવી નદી પર એક સાહસિક બચાવ અભિયાન ચલાવ્યું અને ફસાયેલા NDRFના કર્મચારીઓને બચાવ્યો છે. આ દરમિયાન વાયુસેનાએ Mi-17 1V હેલિકોપ્ટર તૈનાત કર્યુ, જેને ખતરનાક વિસ્તારમાં આ બચાવ કામગીરી પૂર્ણ કરી.
NDRF કર્મીઓ અને એક ગરૂડ કમાન્ડોનું રેસ્ક્યું કર્યુ
ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરના ચાલક દળે નદીના તુટેલા બેરેજ પર ફસાયેલા NDRF કર્મીઓ અને એક ગરૂડ કમાન્ડોનું રેસ્ક્યું કર્યુ. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે 30 ઓગસ્ટ 2025એ માધોપુરની પાસે રાવી નદી પર એક સાહસિક મિશનમાં વાયુસેનાના Mi-17 1V હેલિકોપ્ટરે તુટેલા બેરેજ પર ફસાયેલા NDRF કર્મીઓને મદદ કરી.
જમીનના ભાગ પર હેલિકોપ્ટરને પુરી રીતે ઉતારી શકાય તે શક્ય નહતું
ઓપરેશનનો સૌથી મોટો પડકાર એ હતો કે કઠણ જમીનના ભાગ પર હેલિકોપ્ટરને પુરી રીતે ઉતારી શકાય તેવું નહતું. એવામાં પાયલટે માત્ર એક પૈડાના સહારે હેલિકોપ્ટરને ઢાળ પર રાખીને સતત હોવરિંગ કરી અને કર્મીને કાઢવા માટે કામ કર્યુ. વાયુસેનાએ વધુમાં જણાવ્યું કે ખતરનાક ઢાળ પર એક પૈડા પર હોવરિંગ દરમિયાન ચાલક દળે અદ્ભૂત કૌશલ્ય અને સાહસ બતાવતા NDRF કર્મીઓ અને ગરૂડ કમાન્ડોને સુરક્ષિત બહાર કાઢ્યો.