રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધને લઈને ચેતવણી આપી. યુક્રેન સંઘર્ષ પર શાંતિ સમજૂતી માટે અમેરિકાના દૂત સાથે મુલાકાત પહેલા પુતિને તેવર બતાવ્યા. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને કડક ચેતવણી આપતા કહ્યું કે જો યુરોપ યુદ્ધ ઇચ્છે છે તો રશિયા પણ તૈયાર છે. આ યુદ્ધ એટલું ભયંકર થશે કે કોઈ શાંતિ સમજૂતી માટે બચશે નહી.
યુરોપ અમારી સામે લડવા માંગે છે, અમે તૈયાર, પુતિન
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પહેલા જ પુતિને પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા. એક કાર્યક્રમમાં પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ ટ્રેડ સેન્ટરની લોબીમાં ભેગા થયેલા પત્રકારોને મળ્યા હતા. પત્રકારોના માધ્યમથી પુતિને યુદ્ધને લઈને લલકાર કરતા કહ્યું કે પુતિને કહ્યું કે યુરોપિયન દેશો યુક્રેન સાથે રશિયાના સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકાના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે યુરોપ સામે લડવાના નથી, પરંતુ જો યુરોપ અમારી સામે લડવા માંગે છે, તો અમે હવે તૈયાર છીએ.”
યુક્રેન અને રશિયા યુદ્ધ રોકવાનો ટ્રમ્પનો પ્રયાસ
વધુમાં પુતિને કહ્યું કે રશિયા યુદ્ધ સમાપ્ત કરવાની યુરોપિયન માંગણીઓ “સ્વીકારતું નથી”. તેમણે યુરોપિયન નેતાઓ પર યુક્રેન સંઘર્ષ પર સંભવિત કરારને તોડફોડ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો, જેના પર યુએસ પ્રતિનિધિમંડળ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરવા માટે સુનિશ્ચિત થયેલ હતું. “તેમની પાસે શાંતિ માટે કોઈ એજન્ડા નથી, તેઓ યુદ્ધ થાય તેવું જ ઇચ્છે છે અને હેરાનગતિ કરી રહ્યા છે તેવો આક્ષેપ પુતિને યુરોપિયન દેશો પર લગાવ્યો. ટ્રમ્પ શાંતિ યોજનાને સમર્થન આપે છે. ટ્રમ્પ યુક્રેન અને રશિયાનું યુદ્ધ સમાપ્ત થાય તે ઉદેશ્ય હેતુ પુતિન સાથે વાટાઘાટો કરશે.


