Putin India Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કર્યા બાદ ટ્વીટ કર્યું કે, મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરીને આનંદ થયો. આજે સાંજે અને આવતીકાલે આપણી વાતચીતની રાહ જોઈ રહ્યો છું. ભારત-રશિયા મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરેલી મિત્રતા છે જેનો આપણા લોકોને ઘણો ફાયદો થયો છે.


