ભારત મંડપમમાં ઇન્ડો-રશિયા ઇકોનોમી સમિટનું આયોજન કરાયુ છે. FICCI તરફથી વિશેષ વેપારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
FTA પર વાટાઘાટો શરૂ
ભારત અને રશિયા ઈકોનોમિક યુનિયન વચ્ચે FTA પર વાટાઘાટો શરૂ થઈ છે. કોઈપણ ભાગીદારીનો પાયો પરસ્પર વિશ્વાસ પર ટકેલો છે. આ વિશ્વાસ ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત છે. તેમ પીએમ મોદીએ ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં જણાવ્યુ હતુ. આજે આ કાર્યક્રમમાં આટલા મોટા પ્રતિનિધિમંડળને લાવવું રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ હતી. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મને આ ફોરમનો ભાગ બનવાનો અને મારી મહત્વપૂર્ણ સમજ શેર કરવાનો આનંદ છે. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આર્થિક ક્ષેત્રમાં વધુ તક પેદા કરવા માટે તત્પરઃ મોદી
ઈન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતુ કે, રશિયા અને ભારત લાંબા સમયથી વેપાર ભાગીદાર રહ્યા છે. વેપારનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં, આપણે 80%ની રેકોર્ડ વૃદ્ધિ જોઈ છે. ગયા વર્ષે, રશિયા-ભારત વેપારનું પ્રમાણ $64 બિલિયન સુધી પહોંચ્યું. રશિયા અને ભારત પાસે વિશાળ ગ્રાહક બજારો છે. હું ફરી એકવાર ભાર મૂકવા માંગુ છું કે પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સંપૂર્ણ સાર્વભૌમ નીતિ અપનાવી રહ્યું છે અને આર્થિક ક્ષેત્રમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરી રહ્યું છે.
‘ઇઝી ઓફ ડૂઇંગ’ વેપાર ક્ષેત્રે પ્રોત્સાહન
ભારત મંડપમ ખાતે, પીએમ મોદીએ કહ્યું હતુ કે, આપણે ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈપણ ભાગીદારીનો પાયો પરસ્પર વિશ્વાસ છે. આ ભારત-રશિયા સંબંધોનો પાયો છે .વિકસિત ભારત અમારો સંકલ્પ, વિશાળ લક્ષ્ય તરફ આત્મવિશ્વાસથી વધી રહ્યા છીએ. ‘ઇઝી ઓફ ડૂઇંગ’ વેપાર ક્ષેત્રે પ્રોત્સાહન અપાશે.
આ પણ વાંચોઃ Putin India Visit: મોદી-પુતિનની સંયુક્ત પત્રકાર પરિષદ, મિત્રતા, વેપાર અને વિશ્વને એક મોટો સંદેશ


