યુક્રેનમાં યુદ્ધ પૂર્ણ કરવાને લઇને અમેરિકાએ રસિયા સાથે સાઉદી અરબમાં બેઠક કરી છે. બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત, સાઉદી પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. પરંતુ યુક્રેનમાંથી કોઈને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ દરમિયાન, રશિયા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે કે જરૂર પડી તો રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી શકે છે.
આ અંગે માહિતી આપતા ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે કોઈપણ કરારનો કાનૂની આધાર હોવો જોઈએ, ખાસ કરીને આ સંદર્ભમાં કે જ્યારે ઝેલેન્સકીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે.
પીઠ પાછળ કરેલા કરાર સ્વીકાર્ય નહી- ઝેલેન્સ્કી
બીજી તરફ, ઝેલેન્સકીએ ભારપૂર્વક જણાવ્યું છે કે યુક્રેન કોઇ પણ શાંતિ સમજૂતીને પોતાની સંમતિ વિના સ્વીકાર નહી કરે. તેઓએ ગત અઠવાડિયે કહ્યું કે અને એક સંપ્રભુ દેશના રૂપમાં કોઇ પણ કરાર વિના , અમને પૂછ્યા વગર સ્વીકાર ન કરી શકીએ. યુક્રેન અને રશિયા બંનેએ તેમની પ્રાદેશિક સાર્વભૌમત્વ સાથે કોઈપણ સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો છે.
ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સકી સાથે વાત કરી
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી શાંતિ વાટાઘાટો તરફ પ્રયાસો થઈ રહ્યા છે. ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સકી સાથે ટેલિફોન પર પણ વાત કરી છે. જોકે, આ સમયગાળા દરમિયાન તણાવ વધુ વધ્યો જ્યારે ટ્રમ્પે યુક્રેનને સાઇડલાઇન કરીને પહેલા પુતિન સાથે વાત કરી અને યુદ્ધ સમાપ્ત કરવાની ચર્ચા કરી. આ પછી તેઓ ઝેલેન્સકી પર દબાણ કરી રહ્યા છે કે તે સુરક્ષાના બદલામાં યુક્રેનના 50 ટકા ખનિજો અમેરિકાને સોંપે, જેના માટે ઝેલેન્સકી પણ સંમત થયા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે હુમલા ચાલુ!
આ બેઠક પછી પણ યુક્રેનમાં યુદ્ધ ચાલુ છે, કારણ કે રશિયા ડ્રોનથી કિવ પર હુમલો કરી રહ્યું છે. યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયન સૈનિકોએ રાતોરાત યુક્રેન પર 176 ડ્રોન મોકલ્યા, જેમાંથી મોટાભાગના નાશ પામ્યા. હાલમાં, સાઉદી અરેબિયામાં યોજાનારી બેઠકનો હેતુ રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની બેઠકનો માર્ગ મોકળો કરવાનો છે. ટ્રમ્પ-પુતિન મુલાકાત ક્યારે થશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે ટૂંક સમયમાં થવાની શક્યતા છે.


