- વિછીયા અને કોટડા સાંગાણી વિસ્તારમાંથી ઝડપાયું સીરપ
- પાન પાર્લરમાંથી આયુર્વેદિક સીરપની 113 બોટલો ઝડપાઈ
- રાજકોટ ગ્રામ્ય SOGએ 17,100નો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજકોટ જિલ્લામાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે. જેમાં વિછીયા અને કોટડા સાંગાણી વિસ્તારમાંથી સીરપ ઝડપાયું છે. પાન પાર્લરમાંથી આયુર્વેદિક સીરપની 113 બોટલો ઝડપાઈ છે. જેમાં રાજકોટ ગ્રામ્ય SOGએ રૂપિયા 17,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આયુર્વેદિક સીરપનો જથ્થો રાજકોટ ગ્રામ્ય SOGએ ઝડપી પાડ્યો
રાજકોટ જિલ્લાના વિછીયા અને કોટડા સાંગાણી વિસ્તારમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો રાજકોટ ગ્રામ્ય SOGએ ઝડપી પાડ્યો છે. રાજકોટ ગ્રામ્ય SOGએ વિછીયા અને કોટડા સાંગાણી વિસ્તારમાંથી આયુર્વેદિક સીરપની 113 જેટલી બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિછીયા અને કોટા સાંગાણી પાન પાર્લરની દુકાનમાંથી સીરપનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય SOG વિછીયા પ્રિયાંશી કોલ્ડ્રિંક્સ માંથી આયુર્વેદિક સીરપની બોટલનો 79 જથ્થો ઝડપાયો છે.
હરપાલ પાન કોલ્ડ્રિંક્સમાંથી આયુર્વેદિક સીરપનો 39 બોટલનો જથ્થો ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય SOG કોટડા સાંગાણી હરપાલ પાન કોલ્ડ્રિંક્સમાંથી આયુર્વેદિક સીરપનો 39 બોટલનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય SOG વિછીયા અને કોટડા સાંગાણીના બંને પાન કોલ્ડ્રિંક્સની દુકાનમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. બંનેની કિંમત કુલ 17,100 સાથે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


