- લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં જોડવાની કવાયત
- ભુજ ખાતે આયોજિત કાર્યકમમાં કોંગ્રેસના ક્રાર્યક્રતાઓએ કેસરિયા કર્યા
- ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ ભાજપનો ખેચ પહેરાવી આવકાર્યા
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે.ત્યારે આજે કચ્છમાં 1100 કાર્યક્રતાઓએ કેસરિયો ધારણ કર્યો છે.લોકસભાની ચૂંટણીનો માહોલ હાલ રાજ્યમાં જામ્યો હોય એવું જોવા મળી રહ્યું છે. કેટલાક નેતાઓ પક્ષ બદલી રહ્યા છે, તો કેટલાક ઘરવાપસી કરી રહ્યા છે.
કોણ-કોણ જોડાયુ ભાજપમાં
કચ્છ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે, છેલ્લા અઢી દાયકાથી લોકસભા, વિધાનસભા બેઠક પર કેસરિયા પક્ષનો દબદબો જોવા મળતો રહ્યો છે, ત્યારે જિલ્લામાં ભાજપ સંગઠન વધુ મજબૂત બને અને આગામી દરેક ચૂંટણીમાં એકતરફી વિજય પ્રાપ્ત કરવા માટે હાલ ભાજપ જેને પણ આવવુ હોય તેને પક્ષમા જોડી રહી છે,તો આજે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીની હાજરીમા કચ્છના કોગ્રેસના કાર્યક્રતાઓ તેમજ પ્રમુખોએ કેસરિયા ધારણ કર્યા હતા,મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોર પીંગોલ,અંજાર શહેર પ્રમુખ અલ્પેશ દરજી,મુન્દ્રા તાલુકા મહામંત્રી મુકેશ ગોર ભાજપમાં જોડાયા હતા.
રાજયસભાની ચૂંટણીને લઈ હલચલ તેજ
રાજયસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે,તેમ તેમ રાજકીય પક્ષોમાં કાર્યક્રતાઓ તેમજ મોટા નેતાઓનુ આવન-જાવન થતુ રહે છે,તો રાજયસભાની સૌથી વધુ લીડ સાથે જીતવાનો ભાજપનો ટાર્ગેટ છે,ત્યારે હજી પણ નજીકના સમયમાં ઘણા લોકો ભાજપમાં જોડાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.


