- ન્યૂઝીલેન્ડની શ્રીલંકા સામે 5 વિકેટે જીત
- ડેબ્યૂ મેચમાં ઈંગ્લિશ બેટ્સમેનનો તોડ્યો રેકોર્ડ
- ન્યૂઝીલેન્ડના ખેલાડીએ ડેબ્યૂ મેચમાં રચ્યો ઈતિહાસ
9 નવેમ્બરે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની 41મી મેચ રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની શ્રીલંકા સામે 5 વિકેટે જીત થઈ છે. તે સાથે આ મેચમાં પણ રસપ્રદ રહી હતી. ન્યૂઝીલેન્ડના ખેલાડીએ તેની ડેબ્યૂ મેચમાં મોટી સિદ્ધિ હાંસેલ કરી છે અને ઈંગ્લેન્ડના બેટ્સમેનનો રેકોર્ડ પણ તોડ્યો છે.
રચિને રચ્યો રેકોર્ડ
રચિન રવિન્દ્રએ ODI વર્લ્ડ કપ 2023માં પોતાના બેટથી એક નવી કહાણી લખી છે. ODI વર્લ્ડ કપની ડેબ્યૂ સિઝનમાં રચિન રવિન્દ્રએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. હકીકતમાં, ન્યૂઝીલેન્ડનો ખેલાડી ટૂર્નામેન્ટની ડેબ્યૂ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે ઈંગ્લેન્ડના જોની બેરસ્ટોને પાછળ છોડી દીધો છે, જેણે 2019 ODI વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરતી વખતે આ રેકોર્ડ બનાવ્યો હતો.
જોની બેયરસ્ટોનો તોડ્યો રેકોર્ડ
ઇંગ્લિશ બેટ્સમેન જોની બેરસ્ટોએ 2019 ODI વર્લ્ડ કપમાં 532 રન બનાવ્યા હતા, જે તેની ડેબ્યૂ સીઝન હતી. જ્યારે રચિને આ આંકડો પાર કર્યો છે અને 9 લીગ મેચોની 9 ઇનિંગ્સમાં 70.62ની શાનદાર એવરેજ અને 108.45ની સ્ટ્રાઇક રેટથી 565 રન બનાવ્યા છે. રચિને આ રેકોર્ડ શ્રીલંકા સામે બેંગલુરુમાં રમાયેલી મેચમાં બનાવ્યો હતો, જેમાં તેમણે 34 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. રચિન હાલમાં 565 રન સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ આંકડા સુધી પહોંચવા માટે રચિનના બેટમાંથી કુલ 4 સદી ફટકારવામાં આવી છે.
સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તૂટ્યો
23 વર્ષીય રચિન રવિન્દ્રએ પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરનો ખાસ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વાસ્તવમાં, રચિન 25 વર્ષની વય પહેલા ODI વર્લ્ડ કપની એક આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ટોચના સ્થાને આવી ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે 1996ના ODI વર્લ્ડ કપમાં 25 વર્ષની ઉંમર પહેલા 523 રન બનાવ્યા હતા. હવે 23 વર્ષીય રચિને 2023ની ટૂર્નામેન્ટની 9 ઇનિંગ્સમાં 565 રન બનાવ્યા છે. રચિને પણ ટૂર્નામેન્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે.


