- 25 નવેમ્બરે યોજાશે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી
- ભાજપ કોંગ્રેસ બંને એક બીજા પર કરી રહ્યા છે પ્રહાર
- રાહુલ ગાંધીના ‘અમે એક છીએ’ નિવેદન પર જોશીનો કટાક્ષ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ અંતિમ તબક્કામાં છે. આગામી 25 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં ચૂંટણી યોજવા ની રહી છે ત્યારે બંને મુખ્ય પક્ષોની સાથે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજા પર વાંક પ્રહાર કરવાની એક પણ તક જતી નથી કરી રહ્યા છે.
રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીને લઈને ભાજપના નેતાઓ સતત તેમના પર પ્રહારો કરી રહ્યા છે. હવે, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ પોતાની રાજસ્થાન મુલાકાત દરમિયાન નિવેદન આપ્યું હતું કે અમે સાથે છીએ અને સાથે જ રહીશું અને રાજસ્થાનમાં ક્લીન સ્વીપ કરવાની વાત કરી હતી. તેના પર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કટાક્ષ કરતાં કહ્યું છે કે આ ફોટોશૂટ હતું. રાહુલ ગાંધી માત્ર ફોટા પડાવવા આવ્યા હતા. રાહુલ ગાંધીનો હોર્ડીંગમાં ફોટો જ નહોતો. રાહુલ ગાંધીને પણ ખબર છે કે અહી રાજસ્થાનમાં તેમનું કઈ થવાનું નથી. એટલે જ તેઓ માત્ર નામ ખાતર રાજસ્થાન આવ્યા અને ફોટોશૂટ કરાવીને જતાં પણ રહ્યા.