- રાહુલ ગાંધીએ બાબા કેદનાથની વિધિવત પૂજા આર્ચના કરી
- દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ સાથે પણ મુલાકાત કરી
- કેદારનાથમાં ભંડારો કરીને કોંગ્રેસ સાંસદે પીરસ્યું ભોજન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં પોતાની ત્રણ દિવસની યાત્રામાં ઉત્તરાખંડના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે બાબા અમરનાથના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધી પૂજારીઓની મદદથી બાબા કેદનાથની વિધિવત પૂજા આર્ચના કરી હતી. બાદમાં તેમણે દર્શન માટે આવેલા અન્ય શ્રદ્ધાળુઓ સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેદારનાથમાં ભંડારો પણ કરાવ્યો અને પોતે જ બાબા કેદારનાથના ભક્તોને પરસદ વહેંચીઓ હતો. જણાવી દઈએ કે રાહુલ ગાંધીની વ્યક્તિગત મુલાકાત છે અને આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેઓ કેદારનાથ ધામમાં જ રોકાણ કરશે.
રાહુલ ગાંધીએ બાબા કેદારનાથની સંધ્યા આરતીમાં પણ હાજરી આપી હતી. તેઓ સાંજે 5.30 વાગ્યે આરતી સ્થળ પર પહોંચ્યા અને હાથ જોડીને બાબાનું ધ્યાન કર્યું હતું. રાહુલ ગાંધીએ રવિવારે કેદારનાથમાં પોતાના હાથે ભક્તોને ચા પીરસીને સૌના દિલ જીતી લીધા હતા. આજે સોમવારે રાહુલ ગાંધીએ ભક્તોને ભંડારો પીરસ્યો હતો. આ પહેલા, જ્યારે રાહુલ ગાંધીએ કપાળ પર ચંદનનું તિલક લગાવીને બાબાની કેદાર આરતીમાં હાજરી આપી હતી, ત્યારે તેમને જોવા માટે સમર્થકોની ભીડ ઉમટી પડી હતી.
ત્યારબાદ, તેમણે પોતાના હાથે આરતીમાં હાજરી આપવા આવેલા ભક્તોને ચા પીરસી હતી. રાહુલે ત્યાં પહોંચેલા સમર્થકોને હાથ જોડીને સૌનું સ્વાગત કર્યું. આ દરમિયાન વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.