- લોકસભા ચૂંટણી 2024ને લઇ કોંગ્રેસે ઘડી નવી રણનીતિ
- પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડશે
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યા શાબ્દિક પ્રહાર
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે તેના બે અગ્રણી ચહેરાઓની બેઠકોની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે. તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડશે. સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, રાહુલે વર્ષ 2004માં અમેઠીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેઓ ભારે મતોથી જીત્યા હતા. જો કે, મોદી લહેરમાં તેઓ આ બેઠક ભાજપના નેતા સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા.
તાજેતરમાં જ રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે અમેઠીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે રાહુલના દિવંગત કાકા સંજય ગાંધી, દિવંગત પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધી અમેઠીથી સાંસદ રહી ચુક્યા છે.
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેક્યો હતો. નાગપુરમાં ‘નમો યુવા મહાસંમેલન’ કાર્યક્રમ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, એનડીએ અને UPએ બંનેના દસ વર્ષના કાર્યકાળ પર ચર્ચા કરવા કહ્યું હતું. રાહુલ ગાંધી તમે મેદાન પસંદ કરો, અમે કાર્યકરોને પસંદ કરીશું. સ્મૃતિએ એમ પણ કહ્યું હતું કે જો યુવા મોરચાનો કોઈ કાર્યકર તેની સામે બોલવાનું શરૂ કરશે તો તે બોલવાનું ભૂલી જશે.


