- ઝારખંડનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ હવે સુંદરગઢ જિલ્લામાંથી ઓડિશામાં પ્રવેશ કરી ચુકી છે
- ઓડિશા કોંગ્રેસના નેતાઓએ રાહુલને આવકાર્યા છે
- રાહુલે કહ્યું કે તેમણે લોકોને ન્યાય આપવા માટે આ યાત્રા શરૂ કરી છે
મણિપુરથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા 24માં દિવસે ઓડિશામાં પ્રવેશ કરી ચુકી છે. 14 જાન્યુઆરીએ પૂર્વોત્તર ભારતથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ વિવિધ રાજ્યોમાં લોકોને મળી રહ્યા છે. ઝારખંડનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ હવે સુંદરગઢ જિલ્લામાંથી ઓડિશામાં પ્રવેશ કરી ચુકી છે. ઓડિશા કોંગ્રેસના નેતાઓએ રાહુલને આવકાર્યા છે. ઓડિશા કોંગ્રેસના નેતાઓ સુંદરગઢ જિલ્લાના ઔદ્યોગિક શહેર બિરમિત્રપુરમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતુ. શહેરમાં કોંગ્રેસના બેનરો, કટ આઉટ અને હોર્ડિંગ્સ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ઓડિશાના બે પશ્ચિમી જિલ્લા સુંદરગઢ અને ઝારસુગુડામાં લગભગ 200 કિમીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓડિશાના બે પશ્ચિમી જિલ્લા સુંદરગઢ અને ઝારસુગુડામાં યાત્રાનું આયોજન
આ યાત્રા અંતર્ગત ઓડિશાના સુંદરગઢ અને ઝારસુગુડાના બે પશ્ચિમી જિલ્લાઓમાં લગભગ 200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. મણિપુરથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસમાં 6,713 કિલોમીટરનું અંતર કાપીને 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે.
ન્યાય માટે યાત્રા
રાહુલે કહ્યું કે તેમણે લોકોને ન્યાય આપવા માટે આ યાત્રા શરૂ કરી છે. તે નફરત અને અન્યાયની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, ઓડિશામાં આવીને હું ઝારખંડના એક વ્યક્તિને મળ્યો જે જમીનની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. મારી દરમિયાનગીરી બાદ તેનો ઉકેલ આવ્યો. રાહુલે કહ્યું કે યાત્રા દરમિયાન કોર્પોરેટ સંગઠનો દ્વારા ખેડૂતોની જમીન હડપ કરવાની કેટલીક ફરિયાદો પણ સામે આવી છે.
થોડા સમય પહેલા મલ્લિકાર્જુન ખડગે ઓડિશા આવ્યા હતા
એવું માનવામાં આવે છે કે AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તાજેતરની મુલાકાત બાદ રાહુલ ગાંધીની મુલાકાતથી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનું મનોબળ વધવાની અપેક્ષા છે. બે દિવસ પહેલા, AICCના વડા મલ્લિકાર્જુન ખડગેએ ભુવનેશ્વરમાં તેમની પાર્ટી દ્વારા પ્રાયોજિત ઓડિશા બંછાઓ સામાવેશમાં ભાગ લીધો હતો અને ઇન્ડિયા ગઠબંધનના આઠ પક્ષોના નેતાઓને મળ્યા હતા અને આગામી ચૂંટણીઓ માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.


