By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેજરી-મમતાની ગુગલીમાં રાહુલ,સોનિયા,લાલુ,નિતિશ એક સાથે કલીન બોલ્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

કેજરી-મમતાની ગુગલીમાં રાહુલ,સોનિયા,લાલુ,નિતિશ એક સાથે કલીન બોલ્ડ

agragujaratnews
Last updated: 2023/12/28 at 7:10 PM
2 years ago
Share
કેજરી-મમતાની ગુગલીમાં રાહુલ,સોનિયા,લાલુ,નિતિશ એક સાથે કલીન બોલ્ડ
SHARE

ખડગેને વડાપ્રધાન પદની ઓફર કરી બન્ને ખેલાડીઓએ ઇન્ડિયાની પાંખો કાપી નાંખી

વિતેલા સપ્તાહમાં ઇન્ડિયા(ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુસિવ એલાયન્સ) એટલે કે કોંગ્રેસ અને સાથી પક્ષોનું  સંગઠન. જેમા કુલ ર૮ પક્ષો જોડાયા છે. જે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને પડકાર ફેંકવાના છે.તેઓ એક મત ઉપર એક થયા છે કે મોદીને હરાવવા છે. પરંતુ હાલ તો આ સંઘ કાશીએ પહોંચે તેમ લાગતો નથી. કારણ કે તાજેતરમાં પાંચ રાજયોની ચૂંટણીના જે પરિણામ આવ્યા તે બતાવે છે કે દેશમાં હજુ મોદી જુવાળ અકબંધ છે. બીજુ આ પરિણામ બાદ ઇન્ડિયાની જે બેઠક મળી તેમા પ્રાદેશિક પક્ષોમાં જે ખેંચતાણ લાગી પડી છે તેની પાછળ સિંહ લેવા જતાં ગઢ ખોવો ન પડે તેની ચિંતાની ઝલક જોવા મળે છે. સૌ પોત પોતાની ખુરશી બચાવવામાં પડ્યા હોય ત્યાં મોદીની ખુરશીના પાયા હલાવી શકે એવા શકિતશાળી નેતા દૂર દૂર સુધી જોવા મળતાં નથી.

પાંચ રાજયોની ચૂંટણી બાદ વિપક્ષી શંભુમેળાની જે બેઠક મળી તેમાં અપેક્ષીત હતાં નવા સંગઠનના કન્વીનરની નિમણૂંકનો મામલો. બીજુ બને તો લોકસભાની ચૂંટણી માટે રાજયવાર પક્ષોવાર બેઠકોની વહેંચણીનો મામલો. આ બે એજન્ડા પૂર્ણ કર્યા વગર વધુ એક વખત આ બેઠક પૂરી થઇ ગઇ. હવે લોકસભાની ચુંટણીની અપેક્ષીત જાહેરાત પાછળ વધીને ૯૦ દિવસનો સમય છે. ત્યાર બાદનો તમા સમય ગણીએ તો પણ પાંચ મહિનાથી વધુ સમય નથી. ભાજપ જે રીતે અયોધ્યા રામમંદિર અને અન્ય તૈયારીઓ કરે છે એ જોતાં વહેલી ચૂંટણીની શકયતા વધુ રહે છે.

અવા સંજોગોમાં ઇન્ડિયાની તાજેતરમા દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં શું થયુ તેના સંદર્ભો સમજીએ. સૌ પ્રથમ તો આ બેઠક પહેલાં કેજરીવાલ અને મમતા બેનર્જી મળ્યા હતાં. બાદમાં બન્ને બેઠકમાં આવ્યા હતાં. બેઠકમાં મમતાએ ઇન્ડિયાના વડાપ્રધાન પદનો કોઇ એજન્ડા નહોતો છતાં બોમ્બ ફોડતાં હોય તેમ ખડગેનું નામ આપ્યુ. જેને સમજુતી મુજબ કેજરીવાલે ટેકો આપી દીધો. આ બોમ્બ ફોડી મમતા અને કેજરીવાલે એક કાંકરે ત્રણ – ચાર પંખી મારી નાંખ્યા. તેમણે સૌ પ્રથમ તો રાહુલ ગાંધી અમારા વડાપ્રધાન કે નેતા નહિ હોય એ સંદેશો આપી દીધો. સોનિયા પણ નથી એવુ પણ કહિ દીધુ.

બીજુ આ બેઠકમા લાલુ પ્રસાદ અને નિતિશ ખુબ હરખથી આવ્યા હતાં. નિતિશને એમ હતું કે ઇન્ડિયા મોરચાના કન્વીનર પદે તેમનું નામ રજૂ થશે. જો આમ થાય અને તેઓ બધા પક્ષોને જોડી ચૂંટણી સુધી સારૂ કામ કરી સારુ પરિણામ મેળવે તો આપોઆપ તેમની વડાપ્રધાનપદની દાવેદારી મજબુત બની જાય. આમ પણ રાહુલ અને અખિલેશ કરતાં નીતિશના મેરીટ વધુ ગણાય.

બીજી બાજુ લાલુની લાળ ટપકતી હતી. લાલુપ્રસાદ યાદવને નીતિશ બિહારના રાજકારણમાંથી જાય તો ટાઢે પાણીએ કામ પતી જાય. તેના દિકરા તેજસ્વી યાદવને નીતિશની બિહારમાં ઉપસ્થિતિમાં કદી મુખ્યમંત્રીપદ મળવાનું નથી. નીતિશ રાષ્ટ્રિય રાજકારણમાં જાય અને લાલુ તેને ટેકો આપે એક વખત મુલાયમને આપતાં હતાં તો નીતિશ તેના દિકરાને બિહારની ગાદી સોંપે. આમ પરસ્પર સ્વાર્થ સધાઇ જાય.

પરતું આવુ કશું જ ન બન્યુ. મમતા-કેજરીની ગુગલીમાં આ બન્ને નેતાઓ પણ બોલ્ડ થઇ ગયા. લાલુ પણ નીતિશના નામની દરખાસ્ત ન કરી શકયા. આથી જ હવે નીતિશનું ભવિષ્ય ન દેખાતાં તેમના સાથીઓ પક્ષ છોડવા માંડયા છે. લોકસભાની ચૂંટણીમાં સંઘ કાશીએ પહોંચે તેમ નથી લાગતો. આમ થશે તો પાછળ પાછળ બિહારની ગાદી સુધી પણ રેલો આવવાની ભીતિ ઉભી થઇ છે. આથી સમય વર્તે સાવધાન. નીતિશની સ્ટીમરમાંથી તેના ટેકેદારો દરિયામાં કુદકા લગાવવા માંડયા છે.

એકંદરે ઇન્ડિયાનું કોરસ કર્કશ બન્યુ છે. ભાજપ કે મોદીને આ કોરસ તોડવા માટે કોઇ પ્રયાસો કરવા પડતાં નથી. વ્યકિતગત મહત્વાકાંક્ષાથી ભડભડ સળગતાં વિપક્ષી નેતાઓ એનડીએ ભાજપનો માર્ગ આસાન કરી રહયા છે. સાથે સાથે દેશવાસીઓને એક મજબુત અને ભરોસામંદ વિપક્ષની જે આશા જાગી હતી તે પણ ડગમગવા માંડી છે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 4 days ago
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?