હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી)ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હશે. ઓટીપી નું સફળ સત્યાપન થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.
આ ઓટીપી આધારિત તત્કાલ પ્રમાણિકરણ પ્રણાલી આજથી લાગુ થઈ
1.ટ્રેન સંખ્યા 12957 સાબરમતી – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
2.ટ્રેન સંખ્યા 12297 અમદાવાદ–પુણે દૂરંતો એક્સપ્રેસ
3.ટ્રેન સંખ્યા 12462 સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
4.ટ્રેન સંખ્યા 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ
5.ટ્રેન સંખ્યા 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી (01.12.2025 થી લાગુ )
ઓટીપી સત્યાપન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે
નવી પ્રણાલી કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઈટ તેમજ આઈઆરસીટીસી મોબાઇલ એપ્લિકેશન મારફતે કરવામાં આવેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ પડશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરી કરતા મુસાફરોને તત્કાલ ટિકિટ પ્રાપ્ત કરવામાં વધુ સુવિધા પૂરી પાડવાનો છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર અવશ્ય ઉપલબ્ધ કરાવે, જેથી ઓટીપી સત્યાપન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. પશ્ચિમ રેલ્વે દ્વારા તમામ મુસાફરોને આ મહત્વપૂર્ણ બદલાવ અંગે ધ્યાન આપવા વિનંતી કરવામાં આવે છે.
5 અને 6 ડિસેમ્બર ના રોજ સાબરમતી–ખોડિયાર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 240 (ત્રાગડ રોડ ફાટક) બંધ રહેશે
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળમાં સાબરમતી–ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 240 કિ.મી. 773/4-6 (ત્રાગડ રોડ ફાટક) 05 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 08.00 વાગ્યે થી 06 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે 20.00 વાગ્યા સુધી ઓવરહોલિંગ અને સમારકામ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ લેવલ ક્રોસિંગ નંબર 241 અંડરપાસ વાયા ગોદરેજ ગાર્ડન સિટી અને એસ. જી. હાઇવે દ્વારા મુસાફરી કરી શકાય છે.


