ટ્રેન નંબર 04033ની બુકિંગ તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
ટ્રેન નંબર 04033/04034 સાબરમતી–નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 04033 સાબરમતી–નવી દિલ્હી સ્પેશિયલ 11 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 19.00 વાગ્યે સાબરમતીથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 13.40 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. તે જ રીતે ટ્રેન નંબર 04034 નવી દિલ્હી–સાબરમતી સ્પેશિયલ 10 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 23.00 વાગ્યે નવી દિલ્હીથી પ્રસ્થાન કરીને બીજા દિવસે 16.40 વાગે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાણ કરશે. આ ટ્રેનમાં AC ફર્સ્ટ ક્લાસ, AC 2-ટિયર અને AC 3-ટિયર વર્ગના કોચ હશે.


