- રાજકોટ પાસે ટ્રેકની કામગીરીને લીધે અમુક ટ્રેનોના શિડયુલ બદલાયા તો અમુક ટ્રેનો રદ કરાઈ
- 25થી 29 જૂન સુધી વેરાવળ જતી ઈન્ટરસિટી રદ કરાઈ
- 6 ટ્રેન રિશિડયુલ કરાઈ તો 7 ટ્રેન 10 મિનિટથી 4 કલાક લેટ
રાજકોટ પાસે ટ્રેક ડબલિંગની કામગીરીથી 29 જૂન સુધી બ્લોકને લીધે અમદાવાદ આવતી-જતી સંખ્યાબંધ ટ્રેનોને અસર થઈ છે. બ્લોકને કારણે 26 જૂનથી 29 જૂન સુધી ગાંધીનગર-વેરાવળ ઈન્ટરસિટી અને વેરાવળ-ગાંધીનગર ટ્રેન 25 જૂનથી 28 જૂન સુધી રદ કરાઈ છે. 21 જૂને ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી 4 કલાક મોડી ઉપડશે. જ્યારે 26 જૂને જબલપુર એક્સપ્રેસ રેલવેથી અઢી કલાક મોડી પડશે.
જાણો કઈ ટ્રેન રદ રહેશે
27 જૂન સુધી વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાથી સુરેન્દ્રનગર વચ્ચે દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર અને જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે
28 જૂન સુધી જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી વડોદરા વચ્ચે દોડશે. આ ટ્રેન જામનગર – સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે
23 જૂન બરૌની – આ ટ્રેન સુરેન્દ્રનગર -રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે
24 જૂન રિવા – રાજકોટ એક્સપ્રેસ સુરેન્દ્રનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન સુરેન્દ્રનગર – રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે
25 જૂન મહેબૂબનગર જડચેર્લા – રાજકોટ સ્પેશિયલ વાંકાનેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વાંકાનેર – રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જાણો કઈ ટ્રેન કયાંથી ઉપડશે
જામનગર ઈન્ટરસિટી વડોદરા-સુરેન્દ્રનગર વચ્ચે, 25 જૂને બાંદ્રા હમસફર સુરેન્દ્રનગરથી ઉપડશે
28 જૂન રાજકોટ – બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી ઉપડશે
27 જૂન રાજકોટ – દિલ્હી સરાય રોહિલા સુરેન્દ્રનગરથી ઉપડશે અને રાજકોટ નહીં જાય
25 જૂન જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ઉપડશે
24 અને 25 જૂન સિકંદરાબાદ – રાજકોટ એક્સપ્રેસ વાંકાનેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
જાણો કઈ ટ્રેન કેટલી મિનિટ લેટ ચાલશે
અમદાવાદ-ઓખા વંદેભારત એક્સપ્રેસ 15 જૂને 10 મિનિટ, 19 જૂને 55 મિનિટ રેગ્યુલેટ કરાશે
હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 15 જૂનના રોજ 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે
19 જૂનની ગુવાહાટી-ઓખા એક્સપ્રેસને માર્ગમાં 4 કલાક રેગ્યુલેટ કરાશે
19 જૂનની સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ 1.20 કલાક રેગ્યુલેટ કરાશે.
20 જૂનની ઓખા – વારાણસી એક્સપ્રેસ 20 મિનિટ રેગુલેટ કરાશે.
23 જૂનની શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – જામનગર એક્સપ્રેસ 3 કલાક રેગ્યુલેટ કરાશે.


