- વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો
- કેટલાંક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
- આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે
રાજ્યમાં 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાંક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
આ વચ્ચે તાપમાનામાં ઘટાડો નોંધાયો છે. જેમાં કેટલાંક શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં નલિયામાં 13 ડિગ્રી, કંડલામાં તાપમાન 14 ડિગ્રી નોંધાયો છે. ગાંધીનગર અને ડિસામાં 14 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તેમજ વડોદરા અને સુરેન્દ્રનગરમાં16, અમદાવાદમાં 17 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
જ્યારે રાજ્યમાં વરસાદની આગાહી અંગે કહેવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
તેમજ વરસાદના કારણે ફરી એકવાર ઠંડીનો પાર ગગડી શકે છે. જેમાં કેટલાંક શહેરોમાં મહત્તમ તાપમાન પણ નીચે જઈ શકે છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી 1 થી 2 ડિગ્રી નીચે જઈ શકે છે. જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.


