IPL 2025 ના 34મા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં આજે વરસાદને કારણે વિધ્ન સર્જાયું છે. બેંગલુરુંમાં થઈ રહેલા વરસાદને કારણે ટોસમાં વિલંબ થશે. જો કે હજી સુધી કોઈ અપડેટ આવ્યું નથી. વરસાદ બંધ થવાની રાહ જોવાઈ રહી છે. જણાવી દઈએ કે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે. આ દરમિયાન પંજાબ કિંગ્સે 17 મેચ જીતી છે.
હાલમાં IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બંને ટીમો અત્યાર સુધીમાં 6 મેચ રમી ચૂકી છે. આજે જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સામેલ થશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, પંજાબ કિંગ્સે 17 મેચ જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16 મેચ જીતી છે. ગયા સિઝનમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત મેળવી હતી.
બેંગ્લોર vs પંજાબ
કુલ IPL મેચ: 33
પંજાબ જીત્યું: 17
બેંગ્લોર જીત્યું: 16


