- હાલ દેશના અનેક રાજ્યોમાં હાડથીજવતી ઠંડી
- આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે
- ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ની પણ આગાહી
હાલ દેશના અનેક રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. જેમ જેમ ઠંડીનું વાતાવરણ ચાલુ રહેશે તેમ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં આગામી બે દિવસ સુધી ઠંડા દિવસથી ‘ગંભીર’ ઠંડા દિવસની સ્થિતિ રહેશે. આ પછી, આ પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. આ સિવાય IMDનો અંદાજ છે કે ઉત્તરપશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ સુધી ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ રહેશે અને ધીમે ધીમે ઘટશે.
કરા સાથે પડશે વરસાદ ?
હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં કરા અને વરસાદની પણ આગાહી કરી છે. IMD અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ઠંડા દિવસથી લઈને તીવ્ર ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આ પછી જ આ રાજ્યોમાં ધીમે ધીમે રાહત મળવાની આશા છે. જેના કારણે આ રાજ્યોમાં 8-9 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.
વરસાદ પડવાનું આ છે કારણ ?
જ્યારે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોને અસર કરશે. જેના કારણે 8 થી 10 જાન્યુઆરી દરમિયાન ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
ક્યાં કેટલી ઠંડી ?
- કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત
- શ્રીનગરમાં માઈનસ 3 ડિગ્રી,પહલગામમાં માઈનસ 13
- બડગામમાં માઈનસ 6 ડિગ્રી, ગુલમર્ગમાં માઈનસ 4
- લેહમાં માઈનસ 14 ડિગ્રી, શિમલામાં 2 ડિગ્રી તાપમાન
- હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં કોલ્ડવેવ યથાવત
- રાજસ્થાનના સિકરમાં 2 ડિગ્રી, સિરોહીમાં 4 ડિગ્રી તાપમાન
- મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં સામાન્ય કરતા 6 ડિગ્રી નીચું તાપમાન
- પંજાબના પટિયાલામાં 5 ડિગ્રી તાપમાન


