મહારાષ્ટ્રમાં પંચાયતની ચૂંટણીમાં નિરાશાજનક હાર બાદ હવે વિપક્ષી પાર્ટીઓ બીએમસી ચૂંટણીને લઇને એક્ટિવ મોડમાં આવી ગયા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળી શિવસેના યુબીટી અને રાજઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બીએમસી સહિત મહારાષ્ટ્રના કૂલ 29 મ્યુનિસિપલ ચૂંટણીને લઇને હાથ મિલાવ્યો છે.
અમે ભાઇઓ સાથે છીએ- ઉદ્ધવ ઠાકરે
આ અંગે યોજેયેલા એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે અમને મરાઠીઓનું બલિદાન યાદ છે. ઠાકરે પરિવારે મુંબઇ માટે સંઘર્ષ કર્યો છે. આજે અમે બંને ભાઇઓ એક સાથે છીએ. અમારા વિચારો એક છે. તેઓએ એમ પણ કહ્યું કે બીજેપીની વાતોમાં આવવાનું નથી,.
શું બોલ્યા રાજ ઠાકરે ?
તો રાજઠાકરેએ કહ્યું કે શિવસેવા યુબીટી અને MNSએક છે. સીટોની વહેંચણી મહત્વ નથી રાખતી.. સીટ વહેંચણી પણ જલ્દી નિર્ણય થશે. કોઇ પણ ઝઘડા કરતા મહારાષ્ટ્ર મોટું છે. મુંબઇનો મેયર મરાઠી અને અમારો જ હશે. તેમણે એમ પણ કહ્યું કે જેમને મહારાષ્ટ્રથી પ્રેમ છે તેઓ બીજેપીનો વિરોધ કરે. બાળા સાહેબની ઇચ્છા અનુસાર સાથે આવ્યા છીએ. બીએમસી સિવાય અન્ય જગ્યાઓ પર પણ અમે સાથે જ રહીશું. મુંબઇની બહાર પણ અમારુ ગઠબંધન હશે.
https://x.com/ANI/status/2003724543362552109
આજે મોટો દિવસ છે- સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું કે આ એક મોટો દિવસ છે. બાળાસાહેબ ઠાકરેનો આખો પરિવાર એક સાથે આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ એક પારિવારિક ગઠબંધન છે, પરંતુ તે એક રાજકીય ગઠબંધન પણ છે. આનાથી અમને BMC અને અન્ય મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ઘણો ફાયદો થશે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે BMC જીતવાના છે.
20 વર્ષથી સાથ સાથ ઠાકરે બંધુ
ઠાકરે ભાઈઓ 20 વર્ષ પછી એક સાથે આવ્યા છે. બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણી અંગે સમજૂતી થઈ છે. શિવસેના (UBT) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે શિવતીર્થ ખાતે રાજ ઠાકરેને મળ્યા હતા. ત્યારબાદ, રાજ ઠાકરેની પાર્ટીના નેતાઓએ મોડી સાંજે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા.
આ પણ વાંચો- Shani Dev 2026: શનિની ચાલથી આ રાશિ સાવધાન! શરૂ થશે સાડે સાતી અને ઢૈયા


