- ભારત શક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન જેસલમેરમાં ફાઈટર જેટ ક્રેશ થયું
- અકસ્માત પહેલા બંને બહાર આવી ગયા હતા
- અચાનક થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
ભારત શક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન જેસલમેરમાં ફાઈટર જેટ ક્રેશ થયું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમાં બે પાયલટ હતા. અકસ્માત પહેલા બંને બહાર આવી ગયા હતા. ક્રેશ થયા બાદ પ્લેનનો કાટમાળ ઘરની દિવાલ સાથે અથડાયો હતો. અચાનક થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેસલમેર શહેરમાં જવાહર કોલોની પાસે બપોરે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ ક્રેશ થયું હતું. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પીએમ નરેન્દ્ર મોદી આજે જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સૈન્ય અભ્યાસ નિહાળવા આવ્યા છે. હાલ બંને પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે તેજસ હતું. એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
પ્લેન શહેરથી 2 કિમી દૂર ભીલ સમુદાયની હોસ્ટેલ સાથે અથડાયું
મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ આર્મીનું ફાઈટર પ્લેન શહેરથી 2 કિમી દૂર ભીલ સમુદાયની હોસ્ટેલ સાથે અથડાયું. ઘટના સમયે હોસ્ટેલ ખાલી હતી. તેથી બહુ નુકસાન થયું નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમાં બે પાયલટ હતા. અકસ્માત પહેલા બંને બહાર આવી ગયા હતા. ક્રેશ થયા બાદ પ્લેનનો કાટમાળ દિવાલ સાથે અથડાયો હતો. અચાનક થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ભારતીય વાયુસેનાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ ક્રેશ થયું હતું
ભારતીય વાયુસેનાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ આજે જેસલમેર નજીક ભારત શક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન ક્રેશ થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.


