- રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત
- બીજેપીની ધારાસભ્ય દળની બેઠક મળશે મંગળવારે
- રાજનાથ સિંહ સહિત નિરીક્ષકો ધારાસભ્યો સાથે કરશે બેઠક
છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ ગઇ છે. ત્યારે હવે રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામને લઇને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ભાજપે અહીં નિરીક્ષકોના નામની જાહેરાત કરી દીધી છે. રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડે નિરીક્ષકો છે. તેઓ મંગળવારે સવારે જયપુર પહોંચશે. જ્યાં વિધાયક દળની સાથે બેઠક કરશે.
મુલાકાતોનો સિલસિલો ચાલુ
મંગળવારે જયપુરમાં થનારી ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાના સીએમના નામની જાહેરાત થઇ શકે છે. દરમિયાન આજે ભાજપના ધારાસભ્યો પ્રતાપ સિંહ સિંઘવી, અજય સિંહ કિલક અને અંશુમન ભાટી વસુંધરા રાજે સિંધિયાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ભાજપના નેતા પ્રહલાદ ગુંજાલ અને પૂર્વ મંત્રી દેવી સિંહ ભાટી પણ રાજેને મળ્યા હતા.
MPમાં ક્યારે થશે જાહેરાત ?
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે, પરંતુ હવે મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સનો ટૂંક સમયમાં અંત આવશે. કારણ કે, ધારાસભ્ય દળની બેઠકની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં સોમવારે એટલે કે 11મી ડિસેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ અંગે તમામ ધારાસભ્યોને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. વિધાનસભા પક્ષની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પસંદ કરાયેલા નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે અંગે વિચારણા કરવામાં આવશે.


