- રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર અભિયાન તેજ
- પીએમ મોદી, અમિત શાહ સહિત દિગ્ગજો પ્રચારમાં ઝંપલાવશે
- આજથી લઇને 23 નવેમ્બર સુધી પ્રચાર કરશે
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તેજ પ્રચાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ હવે આજથી લઇને 23 તારીખ સુધી ભાજપે રાજસ્થાનમાં ચૂંટણીને લઇને મોટો પ્લાન તૈયાર કર્યો છે. આજથી પીએમ મોદી, અમિત શાહ અને સહિત દિગ્ગજો પ્રચંડ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થશે. બંને નેતાઓ વિવિધ વિધાનસભા વિસ્તારમાં એક ડઝન રેલીઓ સંબોધશે તેમજ 6 રોડ શો યોજે તેવી યોજના છે.
પીએમ મોદી ક્યાં કરશે પ્રચાર ?
પીએમ મોદી સોમવારે પાલી અને હનુમાનગઢમાં રેલીઓ સંબોધશે. ત્યારબાદ રાજ્યના મુખ્ય શહેરી કેન્દ્ર બિકાનેરમાં મેગા રોડ શો કરશે. મહત્વનું છે કે પીએમ મોદીએ રવિવારે રાજસ્થાનમાં બે રેલીઓ યોજી હતી, જેમાં રાજસ્થાનના વિપક્ષી નેતા રાજેન્દ્ર રાઠોડ માટે ચુરુમાં એક રેલીનો સમાવેશ થાય છે. ત્યારે હવે મંગળવારે પીએમ મોદી રાજસ્થાનમાં હશે. તેઓ બારા, કોટા અને કરૌલીમાં ત્રણ રેલીઓ કરશે.
જયપુરમાં રોડ શોનું આયોજન
પીએમ મોદી રાજ્યની રાજધાની જયપુરમાં રોડ શો કરશે તેવુ આયોજન છે. તો બીજી તરફ પ્રચાર પૂરો થાય તે પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના મત વિસ્તાર જોધપુરમાં પીએમ મોદીની વધુ રેલીઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમિત શાહ 3 દિવસ સુધી જોરદાર પ્રચાર કરશે
તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી ત્રણ દિવસ સુધી રાજસ્થાનમાં વ્યાપક પ્રચાર કરશે. તેઓ ત્રણ દિવસમાં અલવર, ઝુનઝુનુ, સીકર, પાલી અને જાલોરમાં છ રેલીઓ કરશે. ગૃહમંત્રી શાહ સવાઈ માધોપુર, સિરોહી અને જયપુરમાં રોડ શો કરશે. રાજ્યની રાજધાનીમાં પીએમ મોદીના રોડ શોના બે દિવસ બાદ 23 નવેમ્બરે જયપુરમાં ગૃહમંત્રી શાહના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.


