- રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને ઝંઝાવાતી પ્રચાર
- રાજ્યવર્ધનસિંહ રાઠોડે જયપુરની ઝોટાવાડા સીટમાંથી ભર્યુ ઉમેદવારી પત્ર
- સ્ટાર પ્રચારક કેશવ પ્રસાદ મૌર્ય રહ્યા ઉપસ્થિત
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ દ્રારા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. સચિન પાયલોટ, વસુંધરા રાજે, સિંધિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે જયપુર ગ્રામીણ સાંસદ કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે જયપુરની જોતવારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું.
કેશવ પ્રસાદે આપ્યુ આમંત્રણ
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ અને ભાજપના સ્ટાર પ્રચારક કેશવ પ્રસાદ મૌર્ય પણ રાજ્યવર્ધન સિંહ રાઠોડ માટે નોમિનેશન ભરવા માટે જયપુર આવ્યા હતા. જયપુરમાં મેજર રાજ્યવર્ધન સિંહ રાઠોડની નોમિનેશન રેલીને સંબોધિત કરતી વખતે, મૌર્યએ જનતાને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું.
જયશ્રીરામના નારા લાગ્યા
કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે જ્યારે યુપીમાં ચૂંટણી આવે છે ત્યારે રાજ્યવર્ધન સિંહ યુપીમાં પ્રચાર કરવા આવે છે. હવે જ્યારે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો હું રાજ્યવર્ધનસિંહ રાઠોડ માટે જયપુર આવ્યો છું. ભાજપે મને ચોક્કસપણે સ્ટાર પ્રચારક બનાવ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સ્ટાર પ્રચાર આપણી માતૃશક્તિ છે, આપણા વડીલો આપણા યુવાનો છે. આ પ્રસંગે ઉમેદવારી ફોર્મ ભરવા રેલી કાઢીને પહોંચ્યા હતા તે દરમિયાન જય શ્રીરામના નારા લાગ્યા હતા. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામ લલ્લાની સ્થાપના કરવામાં આવશે. હું તમને તે દિવસે ત્યાં આવવા માટે નહીં કહું કારણ કે ત્યાં ખૂબ ભીડ હશે. પરંતુ 22 જાન્યુઆરી પછી તમે રાજ્યવર્ધન સિંહ રાઠોડ સાથે અયોધ્યા આવો. હું તમને આમંત્રણ આપું છું. હું અંગત રીતે ત્યાં હાજર રહીશ અને તમારું સ્વાગત કરીશ. તમે પણ આવો અને જેઓ અહીં નથી અને આવવા માગે છે તેમને પણ લઈને આવો.