- ગૌરવ શ્રીવાસ્તવને આઈજી સીએમ સુરક્ષામાં મુકાયા
- રવી દત્ત ગૌરને કોટા રેન્જમાં આઈજી તરીકે ટ્રાન્સફર
- એચજી રાઘવેન્દ્ર સુહાસાને આઈજી રેલવેમાં ટ્રાન્સફર
લોકસભા ચૂંટણી 2024ને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા અધિકારીઓની બદલીનો દૌર શરુ કરી દીધો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકારો દ્વારા વિવિધ અધિકારીઓની બઢતી અને બદલી શરુ કરી દીધી છે. ત્યારે રાજસ્થાન સરકારે પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કર્યાં છે. રાજસ્થાન સરકારે બુધવારે 13 IPS અધિકારીઓની બદલી-બઢતી સાથે પોસ્ટિંગના આદેશો જારી કર્યા છે. જેમાં IPS રાજીવ કુમાર શર્મા કે, જેઓ કાયદો અને વ્યવસ્થામાં પોલીસ મહાનિર્દેશક, રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબલરી (RAC) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) તરીકે ફરજ બજાવતા હતાં તેઓને નવા ડાયરેક્ટર જનરલ (એન્ટી કરપ્શન બ્યુરો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમ ટ્રાન્સફર ઓર્ડર જણાવ્યું હતું.
રવિ દત્ત ગૌરને કોટા રેન્જમાં IG તરીકે ટ્રાન્સફર
અત્યાર સુધી આ પોસ્ટનો વધારાનો ચાર્જ ADG (ACB) હેમંત પ્રિયદર્શી પાસે હતો. તેમજ જોધપુર પોલીસ કમિશનર રવિ દત્ત ગૌરને કોટા રેન્જમાં IG તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યાં, જ્યારે એચજી રાઘવેન્દ્ર સુહાસા, જેઓ IG પાલી હતાં તેઓને IG રેલવેના પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. તેમ રાજ્ય સરકારના ઓર્ડર દ્વારા જાણવા મળે છે.
ગૌરવ શ્રીવાસ્તવને આઈજી સીએમ સુરક્ષા
આઇજી ઇન્ટેલિજન્સ હિંગલાજ દાનને આઇજી (રુલ્સ) બનાવવામાં આવ્યાં, જ્યારે જોધપુર રેન્જના આઇજી જૈનનારાયણ શેરે દાનની જગ્યા લીધી હતી. આઈજી લો એન્ડ ઓર્ડર ગૌરવ શ્રીવાસ્તવને આઈજી સીએમ સુરક્ષા બનાવવામાં આવ્યા છે. આદેશ અનુસાર, એડિશનલ પોલીસ કમિશનર (ટ્રાફિક) જયપુર રાહુલ પ્રકાશને આઈજી તરીકે ભરતપુર રેન્જમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય IPS અધિકારીઓ કે જેમની બદલી કરવામાં આવી છે તેમાં પ્રશન કુમાર ખમેસરા, વિકાસ કુમાર, રાજેન્દ્ર સિંહ, અંશુમન ભોમિયા, અનિલ કુમાર ટાંક અને ઓમ પ્રકાશનો સમાવેશ થાય છે.


