આઇપીએલની મેગા હરાજીમાં પ્લેયર્સને ખરીદવા માટેના અનેક રેકોર્ડ બ્રેક થયા હતા. ત્રણ પ્લેયર 20 કરતાં વધારે કરોડ રૂપિયામાં વેચાયા હતા.
10 કરોડથી વધારે રકમ હાંસલ કરનાર ખેલાડીઓની યાદી પણ લાંબી છે. જોકે ટીમના વિવિધ કોચ ઉપર નજર નાખીએ તો એક પણ પાંચ કરોડથી વધારેની રકમ હાંસલ કરી શક્યા નથી. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો હેમાંગ બદાની સૌથી સસ્તો કોચ છે.
2009થી ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલા સ્ટિફન ફ્લેમિંગને સંભવિત ચારથી પાંચ કરોડ, મુંબઇ ઇન્ડિયન્સના મહેલા જયવર્દનેને ચાર કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના એન્ડી ફ્લાવરને 3.5 કરોડ, કોલકાતા નાઇટ રાઇડર્સના ચંદ્રકાંત પંડિતને બેથી 2.5 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદના હેડ કોચ ડેનિયલ વેટ્ટોરીને 2.5 કરોડની સેલેરી મળે છે. રાજસ્થાન રોયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડને પાંચ કરોડનું પેકેજ મળ્યું છે. ભારતના ભૂતપૂર્વ કોચ અને ટી20 વર્લ્ડ કપ વિજેતાના સ્વરૂપે પોતાની ખ્યાતિ વધારનાર દ્રવિડ સર્વાધિક સેલેરી મેળવનાર કોચમાંનો એક છે. દિલ્હી કેપિટલ્સ માટે હેડ કોચ તરીકે પોતાનું પ્રથમ કાર્ય કરનાર હેમાંદ બદાનીને લોએસ્ટ 1.5થી બે કરોડ રૂપિયાની સેલેરી મળશે. ગુજરાત ટાઇટન્સના આશિષ નેહરાને 2.5થી ત્રણ કરોડની, લખનઉ સુપર જાયન્ટ્સના જિસ્ટન લેંગરને ચાર કરોડ તથા પંજાબ કિંગ્સના રિકી પોન્ટિંગને 3.5 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. પોન્ટિંગ હાઇપ્રોફાઇલ કોચ છે અને તેનો ટ્રેક રેકોર્ડ પણ સારો છે. તે પહેલાં દિલ્હી કેપિટલ્સ માટે કામ કરી ચૂક્યો છે.


