રાજકોટમાં ૧૫મી ફેબ્રુઆરીએ નવનાત વણિક સમાજ દ્વારા બીજો યુવા મેળો યોજાશે
મેળામાં બહોળી સંખ્યામાં જોડાવવા જ્ઞાતિબંધુઓનને અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
નવનાત વણિક સમાજ દ્વારા રાજકોટમાં તા.૧૫-૨-૨૦૨૬ના રોજ બીજા યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વણિક બંધુઓને બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. ફાઉન્ડર પ્રમુખ પ્રશાંતભાઇ બીપીનભાઇ શાહ સાથે સ્થાનકવાસી જૈન સંઘ ચોટીલાના મહામંત્રી અને દેશ-વિદેશની 3૦થી વધુ સંગઠનમાં રાષ્ટ્રીય જવાબદારી નિભાવે છે. આગામી તા.૧૫-૨ વણિક સમાજનો અતિ મુશ્કેલી મુંઝવતા પ્રશ્ન દિકરી-દિકરાના વેવિશાળ વજેમાં પ્રથમ ભાવનગર ૨૮-૧૨-૨૦૨૫ સફળ આયોજન બાદ દર ૪પ દિવસે એવા ૬ અલગ-અલગ શહેરમાં યુવા મેળા યોજાશે. જેમાં બીજો યુવા મેળો રાજકોટ મુકામે તા.૧૫-૨-૨૦૨૬ના રોજ થવા જઇ રહ્યો છે.
એનએનવીએસ સંગઠન યુવા મેળા તથા મહત્વ સંગઠનમાં આગામી માર્ચ ૨૦૨૬ સુધીમાં પાંચ રાજયોના પ્રદેશ પ્રમુખ-મહામંત્રી તથા ગુજરાતના ૪૦ જિલ્લામાં પ્રમુખ-મહામંત્રી તથા પ્રભારી જનરલ શાખા મહિલા શાખા, યુવા શાખાની જવાબદારી આપવામાં આવશે.
એનએનવીએસ સંગઠન આગામી મહાનગરપાલિકા-નગરપાલિકા ચૂંટણીમાં વણિક સમાજના આશરે ગુજરાતભરમાં અલગ-અલગ તાલુકા જિલ્લામાં ૧૨૦ કોર્પોરેટરો બનાવવા રાજકીય પક્ષ પાસે ઉમેદવારી કરવા માંગણી સાથે જીતાડવા પ્રતિબંધ એનએનવીએસ સંગઠન રહેશે. સંસ્થા ૧૫૦૦૦૦ સદસ્યતાથી વધારી ત્રીજા વર્ષમાં ત્રણ લાખ સદસ્યો કરવા સહકાર આપવા સાથે જિલ્લા કમિટીમાં જોડાવવા સાથે યુવા મેળો રાજકોટ ૧૫-૨-૨૦૨૬માં બાયોડેટા મોકલવા મો.નં.૯૮૯૮૭૫૨૭૬૦માં મોકલવા જણાવાયું છે.
યુવા મેળાને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય ખજાનચી નમ્રતાબેન શાહ, રાષ્ટ્રીય સલાહકાર હિતેન્દ્રભાઇ દોશી, ગુજરાત પ્રદેશ પ્રભારી નયનભાઇ રાણપરા, પ્રદેશ કાર્યકારી પ્રમુખ વિપુલભાઇ શાહ, ગુજરાત પ્રદેશ મહામંત્રી પરિમલભાઇ મોદી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ હેમલભાઇ કોઠારી, રાજકોટ જિલ્લા પ્રભારી દિનેશભાઇ મોદી, નરેન્દ્રભાઇ સોરઠીયા, સ્વીટીબેન મહેતા, રમીલાબેન શાહ, મનીષભાઇ શાહ, કેતનભાઇ વાઘાણી, અર્પિતભાઇ બક્ષી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.


