By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rajkot: લોકમેળામાં 44 કડક નિયમોને કારણે સંચાલકોમાં રોષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Rajkot: લોકમેળામાં 44 કડક નિયમોને કારણે સંચાલકોમાં રોષ

agragujaratnews
Last updated: 2024/08/10 at 9:23 PM
12 months ago
Share
Rajkot: લોકમેળામાં 44 કડક નિયમોને કારણે સંચાલકોમાં રોષ
SHARE

  • અત્યાર સુધીમાં ત્રણ વખત હરાજી થઈ છે
  • સમાધાન ન થાય તો તંત્રએ શોધ્યા અન્ય વિકલ્પો
  • આઈસ્ક્રીમના વેપારીઓની ડિપોઝીટ પાછી ખેંચવા માંગ

ગુજરાતમાં આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂ થનાર છે. ત્યારે આ તહેવાર સિઝનમાં રાજ્યમાં અનેક જગ્યા પર અલગ-અલગ પ્રકારના મેળાનું આયોજન થતું હોય છે. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં સાતમ અને આઠમના તહેવાર નિમિત્તે મેળાનું આયોજન થતું હોય છે.

ત્યારે આ વર્ષે થોડા સમય પહેલા રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈને તમામ મેળા પર તંત્રની ચાપતી નજર રહેશે. ત્યારે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામા આવ્યું છે. જે મેળા માટે તંત્રએ 44 જેટલા કડક નિયમો બનાવ્યા છે. જેના લીધે રાઈડ્સ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. RMC અને રાઈડ્સ સંચાલકો વચ્ચે હજુ સુધી કોઈ સમાધાનનો રસ્તો આવ્યો નથી. જો સમાધાન નહીં થાય તો તંત્ર દ્વારા અન્ય વિકલ્પો પસંદ કરવામાં આવશે. આઈસ્ક્રીમના વેપારીઓએ ડિપોઝીટ પાછી ખેંચવા માંગણી કરી છે.

તંત્ર દ્વારા આ પ્રકારના 44 નિયમો બનાવ્યા છે

    • લોકમેળા સમય સવારે 8 થી રાત્રીના 23.00 એટલે કે 11 વાગ્યા સુધીનો રહેશે.
    • સ્ટોલ/પ્લોટ ધારકે અસલ કબજા પાવતી એલોટમેન્ટ લેટર, ઓળખપત્ર લોકમેળા દરમ્યાન સ્ટોલ/પ્લોટ ઉપર સતત રાખવાનું રહેશે. તેમજ સ્ટોલ/પ્લોટ ટ્રાન્સફર થઈ શકશે નહીં. અને ટ્રાન્સફર થયાનું માલુમ પડ્યે ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે જે અંગે કોઈ તકરાર ચાલી શકશે નહીં.
    • સ્ટોલમાં વેચાતા માલ / ખાદ્ય પદાર્થો વગેરેના ભાવ બજારભાવ પ્રમાણે રાખવાના રહેશે અને જાહેરમાં દેખાય તે રીતે ભાવના બોર્ડ મુકવાના રહેશે.
    • કોઈ સ્ટોલ ધારક દ્વારા મહતમ વેંચાણ કિંમત (MRP) થી વધારે કિંમત વસુલ કરવામા આવશે તથા અન્ય કોઈ પ્રકારે ગ્રાહક સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ મળશે તથા આ બાબતે અન્ય કોઈ ગેરરિતી માલુમ પડશે તો એલોટમેન્ટ લેટર રદ કરવામાં આવશે અને ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે.
    • સ્ટોલ / પ્લોટની અંદરનો માલસામાન સાચવવાની જવાબદારી જે તે સ્ટોલ રાખનારની રહેશે.
    • સંજોગોવસાત વિજળી પૂરવઠો ખોરવાઈ જાય તો સ્ટોલ હોલ્ડરે પોતે પોતાની રીતે વૈકલ્પિક સગવડતા રાખવી પડશે.
    • કોઈપણ જાતના અકસ્માત અંગેની સમિતિની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહિ.
    • જે હેતુ માટે સ્ટોલ/પ્લોટ માંગણી કરવામાં આવી હશે તે હેતુ માટે જ સ્ટોલ / પ્લોટનો ઉપયોગ કરવાનો રહેશે.
    • સ્ટોલ / પ્લોટ જે સ્થિતિમાં સોંપવામાં આવેલ હશે તે જ સ્થિતિમાં મેળો પુરો થયા પછી પાછો સોંપવાનો રહેશે.
    • કોઈ પણ સ્ટોલ / પ્લોટ પર જુગારની વ્યાખ્યામાં આવે કે અનૈતિક લાગે તેવી રમતને પરવાનગી આપવામાં આવશે નહિ. આવી કોઈ પ્રવૃત્તિ સ્ટોલમાં ચાલતી દેખાશે તો તાત્કાલિક સ્ટોલ ખાલી કરાવવામાં આવશે. અને ડીપોઝીટની રકમ તથા ભાડાની રકમ જપ્ત કરવામાં આવશે.
    • દરેક સ્ટોલ / પ્લોટ હોલ્ડરોએ પોતાના ધંધાને લગતા એવા જરૂરી લાયસન્સો, પરવાનગી અથવા પરમીટો જે તે કાયદા નીચે સંબંધિત ખાતા પાસેથી મેળવી લેવાના રહેશે. અને તે સ્ટોલનો કબજો લેતી વખતે સમિતિને બતાવવાના રહેશે.
    • કોવિડ અથવા કોઈપણ કારણસર લોકમેળો ચાલુ થયા પહેલા બંધ રાખવાની ફરજ પડે તો તમામ ખર્ચ બાદ કરીને બાકીની રકમ જે રહેશે તે પરત કરવામાં આવશે જેમાં કોઈપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહિ. પરંતુ મેળો ચાલુ થાય પછી કોઈપણ કારણોસર મેળો બંધ રહે તો ભાડાની રકમ પરત મળશે નહીં.
    • સ્ટોલ પ્લોટધારકોએ કચરાના નિકાલ માટે સ્ટોલ પાસે કચરાપેટી રાખવી ફરજીયાત છે. અને ભેગો થયેલ કચરો આર.એમ.સી.ની કચરો નિકાલ કરવાની પેટીમાં નાખવાનો રહેશે. ચૂક કરનાર આરોગ્ય સમિતિ દ્વારા દંડને પાત્ર ઠરશે.
    • કેફી પદાર્થ, માંસાહારી પદાર્થ, ઈંડા (Egg) કે તેની બનાવટનું તેમજ સ્ફોટક વસ્તુઓનું વેચાણ લોકમેળામાં થઈ શકશે નહિ.
    • મેળામાં મેળાના સમય દરમ્યાન કોઈપણ જાતનું વાહન લાવવા દેવામાં આવશે નહિં.
    • સ્ટોલ / પ્લોટમાં દરેક પ્રકારે ચોખ્ખાઈ રાખવાની રહેરો, આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી થઈ શકશે નહી તેમજ વેચવાની થતી વસ્તુ સારી ગુણવતાવાળી અને વ્યાજબી ભાવવાળી હોવી જોઈએ.
    • સ્વચ્છતા તથા આરોગ્ય અંગેના સરકારના પ્રવર્તમાન નીતિનિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
    • દરેક સ્ટોલ/પ્લોટ હોલ્ડરે અગ્નિશમન સાધનો પોતાના ખર્ચે રાખવાના રહેશે.
    • સ્ટોલ તથા માલ સામાનનો વિમો ઉતારી લેવાની જવાબદારી મંજુર થયેલ સ્ટોલ હોલ્ડર/પ્લોટ ધારકની રહેશે
    • ઈલેકટ્રીસીટી બાબતે લોકમેળા સમિતિએ નકકી કરેલા નિયમોનું પાલન કરવાનું રહેશે જે નીચે મુજબ
    • અધિકૃત અધિકારી દ્વારા જરૂરી ન વાંધા પ્રમાણપત્ર મેળવ્યા બાદ તેમજ જરૂરી કનેકશન મંજુરી મેળવ્યા બાદ જ લાઈટ પુરવઠાનો ઉપયોગ કરી શકાશે. અનધિકૃત રીતે વિધુત પુરવઠાનો ઉપયોગ કરી શકાશે નહીં. દરેક સ્ટોલ / પ્લોટ માટે સમિતિ તરફથી લાઈટ માટે એક પોઈન્ટ આપવામાં આવશે જેમાંથી 100 વોલ્ટ ઉપયોગ કરી શકાશે. અને તેમાં સમિતિની લેખિત પૂર્વ મંજુરી વિના ફેરફાર કરી શકાશે નહિ. એકસ્ટ્રા લાઈટ ચાર્જ અલગ લેવાશે. સમિતિની લેખિત પૂર્વ મંજુરી તેના વધારે વોલ્ટનો ઉપયોગ કરવામાં આવશે તો તે હોલ્ડરનો પ્લોટ ખાલસા કરવામાં આવશે અને ભાડુ તથા ડિપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે.
    • દરેક સ્ટોલના માલિકોને સીંગલ ફેઈઝ અથવા થ્રી ફેઈઝ વીજ જોડાણમાં જરૂરીયાત મુજબ નક્કી થયેલ જગ્યા પ્રમાણે આપવામાં આવશે. અને ત્યાંથી સ્ટોલના માલિકોએ તેમનાં વિધુત ઉપકરણોના જોડાણની વ્યવસ્થા સ્ટોલનાં માલિકોએ પોતે અધિકૃત ઈલેકટ્રીક કોન્ટ્રાકટરો મારફત કરાવવાની રહેશે.
    • દરેક સ્ટોલના માલિકોએ તેમનાં વિદ્યુત જોડાણનાં લોડની વિગત તથા તેઓએ રાખેલ ઈલેકટ્રીક સ્ટાફનાં નામે પરમીટ નંબર લેખિતમાં લોકમેળા વિદ્યુત સમિતિને આપવાના રહેશે તેમજ તેઓએ કરાવેલ વાયરીંગ ટેસ્ટ રીપોર્ટ પણ લોકમેળા વિદ્યુત સમિતિને આપવાનો રહેશે. ત્યારબાદ જ તેમનું વીજ-જોડાણ ચાલુ કરવામાં આવશે.
    • દરેક સ્ટોલના માલિકે તેઓએ કરાવેલ આંતરિક વાયરીંગની ખામી અથવા ખામીવાળા ઉપકરણને લીધે શોર્ટ સર્કિટ થશે અથવા કોઈ અકસ્માત થશે તો તે તેના માટે સ્ટોલનાં માલિક પોતે જવાબદાર ગણાશે.
    • યાંત્રિક આઈટમ ફજત, આઈસ્ક્રીમ ચોકઠા જેમાં વિદ્યુત ઉપકરણો વપરાશમાં હશે તેનાં સ્ટોલોનાં માલિકોએ પોતાના ખર્ચે જરૂરી કેપેસીટીની ઈ.એલ.સી.બી. ચાલુ કન્ડીશનમાં ગેઈન સપ્લાઈમાં મુકવી ફરજીયાત છે. તેની ચકાસણી વિદ્યુત નિરીક્ષક અથવા તેમના પ્રતિનિધિ પાસેથી કરાવી લેવાની રહેશે. જો આ અંગે કોઈ વિવાદ ઉપસ્થિત થશે તો અત્રેનો નિર્ણય આખરી મનાશે.
    • આકસ્મિક સંજોગોમાં જો જી.ઈ.બી. તરફથી વીજ-પુરવઠામાં વિક્ષેપ પડશે તે દરમ્યાન સ્ટોલોમાં વીજ-પુરવઠા મળી શકશે નહીં અને વીજ પુરવઠાના અભાવે આઈસ્ક્રીમ સ્ટોલવાળા, ઠંડા-પીણાનાં સ્ટોલવાળાનાં માલને કોઈ નુકશાની થશે તો તેની જવાબદારી લોકમેળા સમિતિની રહેશે નહીં.
    • સ્ટોલ / પ્લોટ ધારકો તરફથી કાયદેસરના વીજ પુરવઠા કરતા વધારે વીજ પુરવઠાનો ગેરકાયદેસર ઉપયોગ કરશે તે સ્ટોલ / પ્લોટને અપાતી ઈલેક્ટ્રીક સમિતિ રદ કરવામાં આવશે અને ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે. તથા બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે.
    • ઈલેક્ટ્રીક સમિતિ દ્વારા ઈલેકટ્રીકની જરૂરીયાત મુજબ સમિતિ તરફથી જે ચાર્જ નકકી થાય તે મુજબ રકમ ઈલેકટ્રીક સમિતિને ભરપાઈ કરવાની રહેશે.
    • કેટેગરી જે મધ્યમ ચકરડી તથા કેટેગરી કેન્દ્ર, કે-2 નાની ચરકડી માટે પ્રવેશ દર મહત્તમ રૂ.30 તેમજ કેટેગરી ઈ, એફ, જી-1, જી-2, એચ યાંત્રિક આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.40 લેવાના રહેશે. તેમ છતા કોઈ પણ પ્લોટ ધારકો દ્વારા પ્રવેશ દર નક્કી કરેલ મહત્તમ પ્રવેશ દર કરતાં વધુ લેતા જણાશે તો તેવા સંજોગોમાં તાત્કાલિક વગર નોટીસે જગ્યા ખાલી કરાવવાનો અધિકાર લોકમેળા સમિતિને રહેશે તેમાં કોઈપણ વાંધો તકરાર ચાલશે નહિ. તેમજ ડિપોઝીટ તથા ભાડાની સ્કમ જપ્ત કરવામાં આવશે.
    • જેના નામે પ્લોટ- સ્ટોલ મંજુર થયેલ હોય તે અંગે પ્લોટ / સ્ટોલ રાખનારનું પુરૂ નામ-સરનામું, સ્ટોલ નંબર તથા સ્ટોલ / પ્લોટનાં હેતુ દર્શાવતું બોર્ડ લોકો જોઈ શકે તે રીતે સ્ટોલ / પ્લોટ ઉપર મૂકવાનું રહેશે. અને સ્ટોલ ધારકોને આપેલ ઓળખ કાર્ડ સ્ટોલ ઉપર જ રાખવાનું રહેશે.
    • મેળામાં ઉપયોગમાં લેવાનાર યાંત્રિક સાધનો ધરાવનારે યાંત્રિક સાધનના માલિકનું પુરૂ નામ, સરનામું તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથેની માહિતી કાર્યપાલક ઈજનેર યાંત્રિક માર્ગ અને મકાન વિભાગ (શહેર) રાજકોટ શહેરને આપવાની રહેશે અને આ તમામ યાંત્રિક સાધનોની ચકાસણી સાધનદીઠ ચકાસણી ફી નકકી થવા મુજબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન શહેર વિભાગ, રાજકોટ શહેર પાસે જમા કરાવીને ઉપયોગમાં લેવાનાં બે દિવસ અગાઉ ચકાસણી કરાવી લેવાની રહેશે અને તે અંગેની તેઓની પાસે યંત્રની યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે અને તે સ્પષ્ટ જોઈ શકાય તે રીતે પ્રસિદ્ધ કરવાનું રહેશે. આગ, અકસ્માત અંગે જે તે પ્લોટ ધારકે વીમો ઉતરાવવાનો રહેશે. ત્યાબાદ જ યાંત્રીક સાધનો વાપરવા દેવામાં આવશે.
    • ડ્રો / હરરાજીમાં નિયત તારીખ સુધીમાં ફોર્મ રજૂ કરનાર વ્યકિત જ ભાગ લેવા લાયક ગણાશે, હરરાજી બાદ તફાવતની રકમ દિન-1 માં ભરપાઈ કરવાની રહેશે. સમિતિના બાકીદાર હશે તે લોકમેળેળામાં સ્ટોલ / પ્લોટ મેળવવા લાયક ગણાશે નહીં.
    • લોકમેળાની મુદતમાં વધારો કરવામાં આવે તો વધારાના દિવસના ભાડાની રકમ અધ્યક્ષ, લોકમેળા સમિતિ દ્વારા નકકી કરવામાં આવે તે રકમ લોકમેળા સમિતિમાં જમા કરાવવાની રહેશે.
    • કોઈપણ સ્ટોલ / પ્લોટ ઉપર કોઈપણ પ્રકારની જાહેરાતના હકકો લોકમેળા સમિતિના જ રહેશે. સ્ટોલ / પ્લોટ ધારકો સ્ટોલના બહારના ભાગમાં પરવાનગી વગર કોઈપણ પ્રકારની જાહેરાતનું બેનર-બોર્ડ રાખી શકશે નહીં
    • કોઈપણ પ્લોટ/સ્ટોલ ધારકો માઈક-સાઉન્ડનો કે ધ્વની વર્ધક કોઈપણ સાધનનો ઉપયોગ પરવાનગી વિના કરી શકશે નહી.
    • લોકમેળાના તમામ સ્ટોલ / પ્લોટ ધારકોએ સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર નક્કી થયેલ દર મુજબ GST કે અન્ય લાગુ પડતા કરવેરા, ફી, ટેક્ષ વિગેરેની ભરવાપાત્ર એડવાન્સ રકમ ભરવાની રહેશે.
    • ઉપરોકત શરતો પૈકી કોઈપણ શરતનું ઉલ્લંઘન થયે તાત્કાલિક અમલીકરણ અધિકારી ઉલ્લંધન કરનારને લોકમેળામાંથી દુર કરવામાં આવશે. અને જે કાંઈ ભાડું કે ડીપોઝીટ ભરેલ હશે તે ખાલસા થશે.
    • સમિતિ મારફત મળેલ સ્ટોલ/પ્લોટ અથવા તો જગ્યા સિવાયની વધારાની જગ્યા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવશે તો તાત્કાલીક વગર નોટીસે સ્ટોલ અથવા જગ્યા ખાલી કરાવવામાં આવશે, તેમજ ડિપોઝીટ તથા ભાડાની રકમ પણ જપ્ત કરવામાં આવશે.
    • સ્ટોલ / પ્લોટ અંગેના નિયમો, કાયદા આધારિત નિયમો તથા લોકમેળા સમિતિ તરફથી સંજોગો અનુસાર જે નિયમો હવે પછી બહાર પાડવામાં આવે તે પ્લોટ/સ્ટોલ ધારકને માન્ય અને બંધનકર્તા છે.
    • મેળાની તારીખમાં, સમયમાં તેમજ કોઈપણ જાતની કાર્યવાહીમાં ફેરફાર કરવાનો લોકમેળા સમિતિને હક્ક છે તે માટે કોઈપણ જાતનો વાંધો, તકરાર ચાલશે નહીં અને લોકમેળા સમિતિનો નિર્ણય આખરી નિર્ણય ગણાશે. તેમજ લોકમેળા સમિતિની સૂચનાનો અમલ કરવાનો રહેશે.
    • કોઈપણ મતભેદ સમયે કલેકટર અને અધ્યક્ષ – લોકમેળા સમિતિ રાજકોટનો નિર્ણય આખરી ને બંધનકર્તા રહેશે.
    • જે તે પ્લોટ/સ્ટોલ ધારકે ડસ્ટબીન મુકવાની રહેશે
    • સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહિ.
    • કોઈપણ રાાઈડઝ- પ્લોટ ધારકોએ કેબિન રાખવી નહિ તેમજ રાત્રે ત્યાં કોઈ અનધિકૃત વ્યક્તિ કે મજૂર રોકાણ કરી શકશે નહિ.
    • જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ વગર કોઈપણ રાઈડઝ ચાલુ કરી શકાશે નહિ
    • રાઈડ ધારકોએ જરૂરી લાયકાત ધરાવતા કન્સલટન્ટ પાસેથી ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ આર એન્ડ બી ઈલેકટ્રીકલ તેમોને વીજ કનેક્શન આપશે.
    • તમામ રાઈડ/સ્ટોલ ધારકોએ સ્વખર્ચે ELCB /RCCB લગાવવાની રહેશે.
    • નાની ચકરડીઓ માટેના પ્લોટમાં ફકત નોન ઈલેકટ્રીક રાઈડસ એટલે કે હાથેથી ચાલતી ચકરડીઓ જ મુકવાની રહેશે. કોઈપણ પ્રકારનો ઈલેકટ્રીક સપ્લાય મેળવી શકાશે નહિ.
    • દરેક સ્ટોલ/સાઈડ ધારકો પૈકી નાના પ્લોટ/સાઈડ ધારકોએ (1) Fire Extinguisher તેમજ મોય પ્લોટ/સાઈડ ધારકોએ (2) Fire Extinguisher ફરજિયાત પણે મુકવાના રહેશે.તેમજ તેના ઉપયોગ માટેની જરૂરી તાલિમ સ્વખર્ચે મેળવી લેવાની રહેશે.
    • તમામ રાઈડ/પ્લોટ ધારકોએ ફરજિયાતપણે CCTV કેમેરા લગાવવાના રહેશે તેમજ તેનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે.
    • રાઈડ ધારકો/સંચાલકોએ રાઈડસ પર કોઈપણ પ્રકારનું વધારાનું ઈલેક્ટ્રોનિક કે લાઈટીંગનું ડેકોરેશન કરવું નહિ કે આર એન્ડ બી ઈલેકટ્રકી વિભાગના સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારનું વધારાનું વાઇરીંગ કરવું નહિ
    • આ સાથે સામેલ નિયત નમૂના મુજબનું બાહેંધરી પત્રક ભરી તેમાં ઈલેકટ્રીકલ કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝરના સહિ-સિકકાથી પ્રમાણિત કરી વિધુત નિરીક્ષક, રાજકોટની કચેરીએ જમાં કરાવવાનું રહેશે.વિધુત નિરીક્ષક પાસેથી નો-ઓબ્જેકશન સટિફિકેટ (NOC) મેળવ્યા બાદ જ વિધુત સપ્લાય ચાલુ કરવામાં આવશે. ઉપર મુજબના નિયમો મેં પૂરેપુરા વાંચેલ છે અને તે નિયમો અમોને માન્ય છે તે બદલ નીચે સહી કરી આપેલ છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત
હેલ્થ

Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત

By 5 days ago
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
શું તમને વારંવાર થઇ જાય છે ગેસ? તમારા ડાયટમાં આ વસ્તુ તો નથી ને?
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?