પોતાને ભૂઈ ગણાવતી વિધવા મહિલાને પૉશ વિસ્તારમાં ફ્લેટ લઈ દીધો અને તેની સાથે રહેવા ચાલ્યો ગયો
પોતાની બીમાર પત્ની અને યુવાન પુત્રને ત્યજી દીધા: પુત્રી-જમાઈને આપેલ મિલકત પણ ખેંચાઈ ગઈ
સમાજમાં ચર્ચાનો વિષય બનતા મોભીઓના સમાધાન માટે પ્રયાસો : પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરાશે
રાજકોટ શહેરના બૃહદ સમાજમાં સારી એવી નામના ધરાવતા અને કરોડપતિમાં ગણાતા એક ધંધાર્થીએ કોરોના કાળ બાદ જમીન મકાનના વ્યવસાયને પાટે ચડાવવા માટે નાણા હોવા છતાં પણ ભુવા ભરાડીનો રસ્તો પકડ્યો હતો અને અંધશ્રદ્ધામાં પટકાયો હતો. તે સમયે પોતાને ભૂઇ ગણાવતી અને બે પુત્રીઓ ધરાવતી વિધવા મહિલાનો સંપર્ક થયો હતો અને આ મહિલા ધંધાર્થી પાસે નાણાં જોઈ જતા તેને મોહપાસમાં સાંપડ્યો હતો અને આજની તારીખે તેની કરોડોની મિલકત બોજાવાળી કરી પાયમલ કરી નાખતા ધંધાર્થી પોતાના ઘરે જવાના બદલે આ મહિલા પાસે પડ્યો રહે છે. અને પરિવારને રજળતો કરી નાખ્યો છે. આ ચક્ચારી ઘટના સમાજ સમક્ષ આવતા મિથુન રાશિ વાળા કરોડપતિ ધંધાર્થીને સમજાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
સમગ્ર ઘટનાની હકીકત જોઈએ તો રાજકોટના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં અગાઉના સમયમાં હોટલ ધરાવતા એક મિથુન નામધારી બૃહદ સમાજના જમીન મકાન લે વેચના ધંધાર્થી કે જે મુંબઈમાં પણ મોટા પ્રમાણમાં જમીનનો વ્યવસાય ધરાવે છે. કોરોના કાળમાં આ ધાંધાથીનો વ્યવસાય મૃત:પાય થઈ ગયો હતો. પરંતુ કરોડોની મિલકતો ઊભી હતી. છતાં વધુ નાણા મેળવવાની લાલચે આ ધંધાર્થી અંધશ્રદ્ધા ના માર્ગે ચઢ્યા હતા. મુંબઈ ખાતેની તેમની જમીનનો પ્રશ્ન ઉકેલાય જાય તે માટે અલગ અલગ જગ્યા ઉપર ભુવા ભારાડી પાસે જતા હતા. છતાં આ ધંધાર્થીનો મુંબઈ ખાતેનો પ્રશ્ન હલ થતો ન હતો. તો બીજી તરફ તેમના પત્નીની તબિયત બગડતા નિદાન કરાવતા કેન્સર હોવાનું સામે આવ્યું હતું જેથી તેમની પણ દવાઓ કરવાનું શરૂ કર્યું હતું.
આ અંધશ્રદ્ધા ના ચક્કરમાં જમીન મકાનના ધાંધાર્થીને એક વિધવા મહિનાનો સંપર્ક થયો હતો આ વિધવા મહિલાને પોતે મામા સાહેબ અને પીર બંને આવતા હોવાનું કહી સકંજામાં સાંપડ્યો હતો. દરરોજ પાઠ માંડવામાં આવતો હતો અને વિધવા મહિલા ધૂણતી હતી અને ન કરવાના ઉપાયો પણ આપતી હતી. કહેવાય છે કે, આ જમીન મકાનનો ધંધાર્થી એક સમયે આ વિધવા મહિલાની મોહજાળમાં ફસાઈ ગયો હતો.જેના કારણે જમીન મકાનનો ધંધાર્થી દરરોજ આ વિધવા મહિલા પાસે પડ્યો પાથરીયો રહેતો હતો. ત્યારબાદ આ વિધવા મહિલાએ માલમિલકત પડાવવાની શરૂઆત કરી હતી. તેની જાણ ધંધાર્થીના પત્ની અને સંતાનોને થતા અનેક વખત આ ધંધાર્થીને પાછા વળવા માટે સમજાવ્યા હતા. પરંતુ વિધવા મહિલાના મોહજાળમાં ફસાયેલા આ ધંધાર્થી પાછું વળવાનું નામ લેતા ન હતા.
એક સમયે નાણાંની જરૂરિયાત ઊભી થતા ધંધાર્થી વિધવા મહિલાના કહેવાથી તેમનો સાધુવાસવાણી રોડ પર આવેલો બંગલો સવા કરોડમાં વેચી માર્યો હતો અને તે પૈકી 80 થી 90 લાખ રૂપિયા આ વિધવા મહિલાને આપ્યા હતા. કારણકે ભુઈ વિધવા મહિલાએ એવું કહ્યું હતું કે, પીર પાસે કામ કઢાવવા માટે નાણાંની જરૂરિયાત પડશે અને જેટલા નાણા આવશે એટલા ઓછા પડશે. તેવું કહેતા ધંધાર્થીએ નાણાંનો ઢગલો કરી દીધો હતો. તેની જાણ ધંધાર્થીના પરિવારને ન હતી. જયારે મકાન ખરીદનાર માલિક મકાનનો કબજો લેવા પહોંચ્યા ત્યારે માલુમ પડ્યું કે આ મકાન વેચાઈ ગયું છે. હાલ આ પરિવાર પાટીદાર ચોક પાસે સ્થાઈ થયો છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે, વિધવા મહિલાના પ્રેમ જાળમાં ફસાયેલા ધંધાર્થીએ ઇન્દિરા સર્કલ નજીક વિધવા મહિલા અને તેમની બે પુત્રીઓને રહેવા માટે ફ્લેટ પણ ખરીદી દીધો હતો. હાલના તબક્કે જમીન મકાનનો ધંધાર્થી પરિવારને તરફ છોડી આ મહિલા સાથે રહે છે.
જમીન મકાનના ધંધાર્થીએ તેમની કરોડોની મિલકત વેચી મારી હતી. તેમને કાગવડના પાટીયા પાસે એક પેટ્રોલ પંપ હતો અને ત્યાં જ 111 વીઘા જમીન આવેલી હતી આ બંને વિધવા મહિલાને સોંપી દીધા હતા અને તેણે આ બંને મિલકતો પર બોજો લઈ લેતા આઠમાંથી સરકી જવા પામી જાય ત્યારબાદ કહેવાય જગ્યા હાથમાં આવેલા નાણામાંથી વિધવા મહિલાએ એવું કહ્યું હતું કે પીરની જગ્યા પાસે એક ખાડો કરી અને તેમાં 50થી 60 લાખ મુકવા જોશે અને આ ધંધાર્થી એ કર્યું પણ તેવું. મામાપીરની જગ્યા હતી તે સ્થળ પર ખાડો કરી 50 થી 60 લાખ રૂપિયા ભરેલો થેલી છુપાવ્યો હતો અને આ ખાડો એક માસ સુધી નહીં ખોલવાનું કહ્યું હતું પરંતુ હાલના તબક્કે આ થેલો ગાયબ થઈ ચૂક્યો છે. આમ એક પછી એક તમામ માલમિલકત તનેહફનેહ કરી નાખતા ધંધાર્થીનો પરિવાર રોડ ઉપર આવી ગયો છે. જેની જાણ બૃહદ સમાજમાં પણ વાયુ વગે પ્રસરી ગઈ હતી.
હજુ થોડા સમય પૂર્વે જ મિલકત વેચ્યા બાદ આવેલા નાણા માંથી મિથુન રાશિના ધંધાર્થીએ નવી નકોર બે કાર ખરીદ કરી છે એક થાર અને બીજી હેરિયર કાર કરી છે. તે પૈકી એક કાર વિધવા મહિલાને આપી છે આ તમામ તમાશો મિથુન રાશિ ના ધંધાથી ની કેન્સરગ્રસ્ત પત્ની અને સંતાનો જોઈ રહ્યા છે. આ જમીન મકાનના મિથુન રાશિના ધંધાર્થીને કણકોટ રોડ પર એક ફાર્મ પણ આવેલું છે અને આ ફોર્મમાં એક વડલો આવેલો છે. આ વડલામાં મામા સાહેબ અને પીર બંનેનો વાસ હોવાનું વિધવા મહિલાએ કહેતા ત્યાં સ્થાન ઊભું કરવામાં આવ્યું છે અને આ મિથુન રાશિનો ધંધાર્થી દરરોજ ત્યાં જઈને ધૂપદીવા પણ કરે છે. આ ઉપરાંત વિધવા મહિલા એવું પણ જાણે છે કે મિથુન રાશિના ધંધાર્થીને મુંબઈમાં કરોડોની મિલકતો આવેલી છે. હવે વિધવા મહિલાની નજર તે મિલકતો પર છે જેથી ગમે તેમ કરી મિથુન રાશિના ધંધાર્થીને પાયમલ કરવા માંગે છે. પરંતુ પરિવાર આવું કરવા દેવા તૈયાર નથી. આ મામલે સુખદ સમાધાન માટે બૃહદ સમાજના અગ્રણીઓ મેદાને પડ્યા છે અને સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે. છતાં રસ્તો દેખાઈ રહ્યો નથી. આથી આગામી સમયમાં મિથુન રાશિના ધંધાર્થીના પત્ની અને પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે
લગ્ન પર દીકરી-જમાઈને આપેલું મકાન પણ ખાલી કરાવાયું