ખનિજ માફિયા સિન્ડીકેટનો રીંગ લીડર રાજકોટ ભાજપનો એક સમયનો સુપર નેતા
રાજકોટના ટી.આર.પી. કાંડ જેવું જ એક કાંડ સુરેન્દ્રનગરના મૂળી નજીકના ભાટ ગામમાં થયુ છે. ભાટ ગામ નજીક કાર્બોસેલની ખાણમાં કામ કરવા ગયેલા ત્રણ ગરીબ ખાણીયાઓના ખાણમાં ઉતર્યા બાદ ગેસગળતરના કારણે મોત થયા છે. આ મોત પાછળ જવાબદાર રાજકોટ ભાજપના એક ભ્રષ્ટ નેતા,ખનિજ માફિયાઓ,પોલીસ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તથા કલેકટર તંત્રની નિષ્ક્રિયતા અથવા આંખમિંચામણા કારણભૂત છે.
આઘાત અને દુ:ખની વાત એ છે કે ખનિજ માફિયાઓએ ગેસ ગળતરથી મૃત્યુ પામેલા ત્રણ મજુરોના મૃતદેહ હાથ ન આવે અને તેમના પરિવારજનો ફરિયાદ પણ ન કરે એ માટે જમીન આસમાન એક કર્યા. પરંતુ કેટલાક પ્રમાણિક પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલે એફઆઇઆર નોંધી પ્રસંશનિય કામ કર્યુ છે. છેલ્લે મળતાં અહેવાલ મુજબ ખનિજ માફિયાઓએ આ મામલે મૃતકના પરિવારજનો કે જે ફરિયાદી બન્યા છે તેમને ધમકી આપવાની શરુ કરી છે. ગુજરાતમા સુરેન્દ્રગનરમાં બિહાર રાજ હોય એવું લાગે છે.
ભાજપના રાજકોટના સુપર નેતાએ જ ખનિજ માફિયાઓ બેરોકટોક કામગીરી કરી શકે એ માટે નેતાગીરી કરી હતી. એટલું જ નહિ તેની મધ્યસ્થીથી જ મૌખિક આદેશો થયા બાદ અધિકારીઓનું મોરલ તુટયુ હતું. કેટલાક ચતુર અધિકારીઓએ વહેતાં વોંકળામાં હાથ ધોયા છે. કરોડોની સંપતિ બનાવ્યા હોવાની વ્યાપક ચર્ચા છે.
ભૂપેન્દ્રભાઇ સરકારની પ્રસંશનિય કામગીરી :તમામ ખાણો સરકારે સ્વખર્ચે બુરી
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનમાં ર૦૦ થી 3૦૦ ફૂટ ઉંડેથી નિકળતાં કાર્બોસેલ કોલસા જેવા ઇંધણમાંથી કરોડો રૂપિયાની કાળી કમાણીનો કારોબાર ચાલે છે. જેમાં નિયમિત રીતે ગરીબ ખાણિયાઓના મોત થાય છે. આ અહેવાલ ભૂપેન્દ્રભાઇ પટેલ સરકાર પાસે ગયા બાદ વર્તમાન સરકારે કડક પગલાં લીધા છે. ખાણ ખનિજ ખાતામાં પ્રમાણિક અધિકારી મૂકી તેમના રિપોર્ટ ઉપર શ્રેણીબધ્ધ પગલાં લેવાના શરુ કર્યા છે.
જેમાં સૌ પ્રથમ ભૂમાફિયાઓએ જે ખાણો ખોદી છે તેને સરકારે પોતાના ખર્ચે પૂરવાની મોટા પાયે કામગીરી કરી છે. આ ખાણો ફરીથી ખોદી ખનીજ માફિયાએ ખુદ મુખ્યમંત્રીને પણ પડકાર ફેંકયો છે. એટલું જ નહિ સ્થાનિક ટોચના પોલીસ અધિકારીના આંખમિચામણા અને નીચલા સ્તરના અધિકારીઓના હપ્તારાજથી જ આ ઘટના બન્યાના આક્ષેપો છે. મુખ્યમંત્રીએ ખનિજ માફિયાઓની સિન્ડીકેટ તોડવા ભાજપ આશ્રીત કેટલાંક નેતાઓ સહિતનાની ધરપકડ કરી તેમની સામે લેન્ડગ્રેબીંગ અને ખનીજ ચોરી,મજુરોની સાપરાધ હત્યાની કલમો હેઠળ કાર્યવાહી કરવાની જરૂર છે.
સુપર નેતા મહિને પ૦ લાખનો હપ્તો ઉસેટી જતો હતો ?
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરી કરવા માટે ખનિજ માફિયાઓને રાજકિય લીલી ઝંડી અપાવી દેવાનું સેટીંગ રાજકોટના એક સુપર નેતાએ ભૂતકાળમાં કરાવી દીધુ હતું. આ નેતાએ ટોચના નેતા પાસેથી મંજુરી મેળવી દીધી હતી. બાદમાં સુરેન્દ્રનગરમાં બેફામ ખનિજ ચોરી થવા માંડી હતી. તેના બદલામાં મહિને પ૦ લાખનો હપ્તો આ નેતા ઉસેટી જવાની ચોંકાવનારી વિગત ચર્ચાય છે. આ હપ્તાનો વહિવટ મીઠી અને તીખી હોટલમાં થતો હોવાનું જાણકારો કહે છે. એટલું જ નહિ આ માટે સુરેન્દ્રનગરના કેટલાકા ભાજપી નેતા અને ખનિજ માફિયાની મીટીંગ એક ધાર્મિક સ્થળે થઇ હતી. આ નેતાએ સોપારી લીધા બાદ જ સુરેન્દ્રગનર જિલ્લામાં બેરોકટોક ખનિજ ચોરી થવા માંડી હતી. આ સુપર નેતા પૂર્વ ટોચના નેતાની ખુબ નિકટ હોવાને કારણે લગભગ અધિકારીઓ તેમના મૌખિક આદેશોને માનતાં હતાં. તેમને સુપર સી.એમ. તરીકે પણ લોકો ઓળખતાં હતાં. હાલ જો કે, આ નેતા પાટીલ અને પટેલ રાજમાં ગુમનામીમાં છે.
અધિકારીઓના હાથ પણ સુપર નેતાએ બાંધી દીધા
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી માટે સુપર નેતાએ ગાંધીનગરથી મંજુરી મેળવી દીધી હતી. જેની મૌખિક સૂચના આપી દેવામાં આવતાં સ્થાનિક અધિકારીઓની પાંખો કપાઇ ગઇ હતી. એટલું જ નહિ રાજકોટમાં સાગઠિયા કાંડની મોડસ ઓપરેન્ડીથી પોલીસને પણ રિમોટ કંટ્રોલ કરાયા હતાં. ઉપરથી મંજુરી મળી ગઇ હોવાથી પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓએ પણ વહેતાં વોંકળામાં હાથ ધોઇ ભ્રષ્ટાચારમાં ભાગ બટાઇ શરૂ કરી હોવાનું મનાય છે.
સુરેન્દ્રનગર કલેકટર,એસપી,આઇ.જી સહિતના અધિકારીના આંખમિંચામણા
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનિજ ચોરી થાય છે અને કાર્બોસેલ માટે ખાણો ખોદવામાં આવે છે તે ઓપન સિક્રેટ છે. ખાણ ખનિજ ખાતાએ કલકેટર વગેરેને રિપોર્ટ પણ કર્યા છે. છતાં કોઇ નકકર પગલા લેવાયા નથી.તેમાં કલેટર,એસ.પી. આઇ.જી. વગેરેના આંખમિંચામણા વગર આ બાબત શકય નથી. રાજકોટના નેતાને તો હાલમાં ઘેર બેસાડી દેવામાં આવ્યા છે. પરંતુ તેમના પાપેજ આ પ્રવૃતિ વધી અને તેમના પાપે જ આ ત્રણ મજુરોના મોત થયા છે તેવી વ્યાપક ચર્ચા છે. તપાસ કરવામાં આવે તો કેટલાક મૃત્યુ પામેલા મજુરોના મૃતદેહના બારોબાર અગ્નિસસ્કાર પણ કરી દેવાયાનું ચર્ચાય છે.
આવતીકાલના ‘અગ્ર ગુજરાત’ના અંકમાં વાંચો
સુરેન્દ્રગનર જિલ્લો બન્યો છે ખાણ ખનિજ માફિયઓ માટે મિનિ બિહાર
અનેક લાશોનો પતો નથી: પરપ્રાંતિય ખાણિયાઓના પરિવારને ભગાડી દેવાયા ?
સુરેન્દ્રનગર ભાજપનો કયો નેતા સુપર નેતા સાથે ભાગીદારીમાં હતો ?
પાર્ટીફંડના નામે કોણે રૂપિયા કટકટાવી ઘરભેગા કર્યા ?
કઇ રીતે કાર્બોસેલ કાઢવા માટે થાય છે ગેરકાયદે આડુ કટીંગ ?
સુરેન્દ્રગનર જિલ્લામાં ખાસ કરીને થાન તરણેતર મૂળી પટ્ટામાં ભાટ ગામ સહિત જમીનમાંથી ર૦૦ ફૂટની ઉંડાઇએ કાર્બોસેલ નામનો કોલસા જેવું વૈકલ્પીક ઇંધણ ખનીજ નિકળે છે. જેની ભેળસેળ કોલસા વગેરે સાથે કરવાથી ઉંચી કિંમતનો કોલસો સસ્તી ભેળસેળથી વેંચી શકાય.
આ માટે ખાણ ખનિજ તંત્ર દ્વારા જે ખાણની લીઝ આપી હોય તે પરવાના અને લીઝથી વધુ માત્રામાં કાર્બોસેલ કાઢવા નિયત માત્રા ઉપરાંત જમીનમાં ઉંડે ખનન કર્યા બાદુ આડુ ખનન કરવામાં આવે છે. જ બહારથી દેખાય નહિ. જે એક બ્લોકથી બીજા બ્લોક સુધી ટનલની માફક જાય છે. જેમાં ખાણિયાઓ દબાઇ જાય તેનાં મોતની અડધી વિગતો બહાર પણ નથી આવતી.
સુરેન્દ્રનગર રાજકોટ રેલવે લાઇન નીચે પણ માફિયાઓએ કર્યુ હતું ખનન
મોટી રેલ દુર્ઘટના સર્જાશે તો રાજયસરકાર ઉપર કાળી ટીલી
ખનિજ માફિયાઓએ અને સરકારી ભ્રષ્ટ અધિકારીઓ,ભ્રષ્ટ પોલીસ તંત્રએ રાજકોટના ટીઆરપી કાંડની જેમ અહીં પણ માનવતાની તમામ હદો વટાવી દીધી છે. કાર્બોસેલની લ્હાયમાં સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચેની રેલવે લાઇન નીચે પણ ઉંડાણમાં ર૦૦ ફૂટે ખોદકામ કર્યુ છે.વરસાદ- પાણી અને ભૂસ્ખલન જેવી ઘટનામાં કયારેક જમીન બેસી જાય અને એ જ સમયે ટ્રેન પસાર થવાથી કોઇ દુર્ઘટના બનવાની શકયતા છે. આ અંગે અહેવાલો આવ્યા બાદ પણ કલેટકર વગેરેએ કોઇ નોંધનિય કામગીરી કરી નથી. ખાસ કરીને આવી પ્રવૃતિ કરનાર ભૂ-માફિયાઓ પ્રત્યે રહેમ રાખી હોવાનું સ્થાનિક સૂત્રો કહે છે. જો આવી કોઇ દુર્ટના ન સર્જાય એવી ઇશ્વર પાસે પ્રાર્થના કરીએ. પરંતુ કમનસીબે સર્જાઇ ગઇ તો રાજયસરકાર ઉપર કાળી ટીલી લાગી જશે.
કૌભાંડિયાઓની પનોતી બેઠી છે: કુદરતી રીતે જ
તેમના કારસ્તાનો બહાર આવી રહયા છે !
રાજકોટમાં સાગઠિયા હોય કે સુરેન્દ્નનગરમાં ભૂમાફિયા.કુદરતી રીતે જ ર૦ર૪ના વર્ષમાં તેમના ઉપર રાહુની પનોતી બેઠી છે. કોઇકને કોઇક કૌભાંડમાં કૌભાંડિયાઓના ભૂતકાળના હાડપિંજરો પણ બહાર નિકળી રહયા છે. કહેવાય છે ને કે ક્રાઇમ નેવર ડાઇઝ. હવે કેજરીવાલ વગેરેને જેલમાં નાંખવાની સાથે આવા કૌભાંડિયાઓને પણ જેલમાં નાંખી સરકારે તેમની પ્રમાણિકતા સાબિત કરવાનો સમય આવી ગયો છે.