રાજકોટના ધોરાજીના ફરેણી ગામે મનરેગામાં ભ્રષ્ટાચારનો કેસ સામે આવતાગ્રામ પંચાયતના સરપંચ સવિતા રાબડીયા તથા તલાટી એમ.વી.વેકરીયા સામે ગુનો નોંધાયો છે. 2010માં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું હતું . શ્રમિકોના પોસ્ટમાં જમા થયેલા નાણા ઉપાડી લીધા હતા. આ મામલે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
સરપંચ સહિતના લોકો સામે ફરિયાદ
ફરિયાદી એ ફરેણી ગામના તત્કાલીન સરપંચ સવિતા બેન રાબડીયા તલાટી મંત્રી એમ વી વેકરીયા તથા રોહિત સરધારા(હાજરી પૂરનાર ) જગદીશ રાબડીયા (મસ્ટર માં હાજરી નોંધનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વિગતો સામે આવી
ધોરાજીના ફરેણી ગામે વર્ષ 2010 માં સરપંચ અને તલાટી મંત્રી દ્વારા નોકરીના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વિગતો સામે આવતા ગુનો નોંધાયો
શ્રમિકોના પોસ્ટ ઓફિસમાં જમા થયેલ નાણા ઉપાડી લેવામાં આવ્યા
વર્ષ 2010 ની સાલમાં અંદરો અંદર મેળાપપણાં મનરેગા યોજનામાં શ્રમિકોના એકથી વધારે કામમાં હાજરી પુરી શ્રમિકો ના પોસ્ટ ઓફિસમાં જમા થયેલ નાણા ઉપાડી લેવામાં આવ્યા હતા
ધોરાજી તાલુકા પોલીસમાં ફરિયાદ
પોતાના અંગત લાભ માટે ગુનાહિત પ્રવૃત્તિ આરોપીઓએ આચરી હતી તેવી ફરિયાદ ધોરાજી તાલુકા પંચાયત ના ફરજ બજાવતા આર આર કામરીયા એ ધોરાજી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


