રાજકોટ જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીનું સન્માન-બદલી થતા વિદાયમાન
જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા યોજાયો કાર્યક્રમ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.અશોક વાણવીની બદલી જૂનાગઢ ખાતે થતા તેઓ કરેલ ઉત્કૃષ્ઠ કામગીર ને બિરદાવવા તેમજ નિવૃત થયેલ ગુરુજનો નો વિદાય અને વિદ્યાસહાયક તરીકે નવી નિમણૂક પામેલ ગુરુજનો ને સન્માનિત કરવા નો સંયુક્ત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે સેવા આપનાર ડો.અશોક વાણવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ડૉ.અશોક વાણવીએ પોતાના રાજકોટ ખાતેના પાંચ વર્ષ ના સેવાકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠા, સમર્પણ અને જવાબદારીપૂર્વક કામગીરી કરી હતી.
રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ તેમજ ઉત્કર્ષ મંડળ રાજકોટના પદાધિકારીઓએ તેમના કાર્યની પ્રશંસા કરી. અને સંસ્મરણો વાગોળ્યા હતા. સહકર્મચારીઓએ તેમના સાથેના સંસ્મરણો અને અનુભવો વ્યક્ત કર્યા હતાં. રાજકોટ જીલ્લા ઉત્કર્ષ મંડળ દ્વારા તેઓને શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં નવા નિમણૂક પામેલા વિદ્યાસહાયકોનું સ્વાગત કરવામાં આવ્યું. નવા વિદ્યાસહાયકોને શિક્ષણ ક્ષેત્રની ફરજ અને જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રત્યે સમર્પિત ભાવથી કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.


