છેલ્લા પાંચ વર્ષમાં ૪.૯ મીલીયન ટન પેટ્રોલીયમ લોડિગનો રેકર્ડ
રેલવે તંત્ર દ્વારા દેશના એક રાજ્યમાંથી બીજા રાજયોને જોડતી ટ્રેન દોડાવવામાં આવે છે પરંતુ કેટલીક વખત ટ્રેન મોડી હોવાના બનાવો અવાર નવાર બને છે ત્યારે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સમયસર ટ્રેન દોડાવી અને સમગ્ર દેશમાં બીજો નબર મેળવ્યો છે. તેમજ છેલ્લા પાંચ વર્ષમાં ૧૦.૬૪ મિલિયન ટન માલનું લોડીગ કરવા આવેલ જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ૪.૯ મિલિયન ટન પેટ્રોલીયમ ઉત્પાદનનું લોડીગ કરી અને નવો રેકર્ડ બનાવ્યો છે.
રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા ૩૦ જોડી વધારે ટ્રેન દોડાવવામાં આવે છે જેમાં હાપા જમ્મુ તાવી,ઓખા દેહરાદૂન,ઓખા ગૌહાટી,હાપા બાંદ્રા,વેરાવળ જબલપુર,ઓખા ગોરખપુર સહીતની લાંબા અંતરની ટ્રેનો દોડાવવામાં આવી રહી છે જે તમામ સમયસર ઉપાડવામા આવતા સમગ્ર દેશમાં બીજા નબરે આવી અને રાજકોટ ડીવીઝને ગૌરવ વધાર્યું છે.
પશ્ચિમ રેલવે દ્વારા ૬૯ મો રેલવે પુરસ્કાર સમારોહ મુંબઈ ખાતે યોજાઈ ગયો જેમાં રાજકોટ રેલવે ડીવીઝનના મેનેજર અશ્વિની કુમાર અને ઓપરેશન મેનેજર આર.સી.મીણાને સમગ્ર દેશમાં પેસેન્જર ટ્રેન અને માલગાડીઓ સમયસર દોડાવા બદલ દેશમાં બીજા નબરે આવતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાજકોટ ડીવીઝને વર્ષ ૨૦૨૩-૨૪ માં ગુડઝ ટ્રેન દ્વારા ૧૦.૬૪ મિલિયન ટન માલનું લોડીગ કરી અને છેલ્લા પાંચ વર્ષનો લોડીગ રેકર્ડ તોડયો હતો અને ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ ૪.૯ મિલિયન ટન પેટ્રોલીયમ ઉત્પાદન જેમ કે પેટ્રોલ,ડીઝલ,એલ.પી.જી વગેરેનું લોડિગ કરી અને નવો રેકોર્ડ સ્થાપિત કર્યા છે. આમ સમગ્ર દેશમાં રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમ રાજકોટ રેલવે ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.


