- રાજકોટમાં સામાન્ય પાર્કિંગ કરવા મુદ્દે હુમલો
- પિતા-પુત્રને ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
- પોલીસ કલાકો સુધી ના આવી હોવાનો આક્ષેપ
રાજકોટમાં ફોર્ચ્યુન હોટલ પાસે વાહન પાર્કિંગ બાબતે પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. વેપારી શૈલેષગીરી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બબાલ મુદ્દે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલ ફોર્ચ્યુન હોટલ આગળ પિતા-પુત્ર વાહન પાર્કિંગ કરવા જતાં હતા ત્યારે ત્યાં હાજર અસામાજિક તત્વો પણ ત્યાં પાર્કિંગ કરવા માંગતા હોય બોલાચાલી થઈ હતી. જે સામાન્ય બોલોચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અસામાજિક તત્વોએ પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. જેમાં પુત્ર અને પુત્રને ઈજાઓ થઈ હતી.
પોલીસ દોઢ કલાક સુધી ન આવી હોવાનો આક્ષેપ
ઘાયલ થયેલ પિતા-પુત્ર ઓટો કન્સલ્ટના ધંધા સાથે સંકળાયેલ છે. વેપારી શૈલેષગીરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માથાકૂટ અંગેની જાણ કંટ્રોલમાં કરવામાં આવી છતાં પણ પોલીસ દોઢેક કલાક સુધી આવી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આજે સવારે સિટી બસમાં તોડફોડ થઈ હતી
રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. આજે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકમાં ઇલેક્ટ્રિક સીટી બસ રૂટ નંબર ૪૧માં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. બસ બંધ પડતાં રીપેરીંગ વખતે બસ રીવર્સ થતાં પાર્ક કરેલા બે વાહન સાથે અથડાઈ હતી. જે બાદ ટોળું વિફર્યું હતું. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.


