રાજકોટ માટે શનિવારનો દિવસ ગોઝારો બન્યો છે. શનિવારની સાંજે નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં ઘટી હતી. જેમા અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે રાજકોટ ખાતે પહોંચ્યા હતા. આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રાજકોટ આવીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે આ ગોઝારી ઘટનાની ગુજરાત હાઇકોર્ટમાં વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે.
રાજકોટના ગેમઝોનની ગોઝારી ઘટનામાં આજે ગુજરાત હાઇકોર્ટમાં વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, હાઇકોર્ટ એસોશિએશન તરફથી આ મુદ્દાની રજૂઆત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટમાં આજે રવિવારના રજાના દિવસે પણ ખાસ સુનાવણી હાથ ધરવામાં આવી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં આ સુનાવણી થઇ રહી છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી સમગ્ર મુદ્દાને લઈને રજૂઆત કરી રહ્યા છે


