રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર : સૌથી વધારે CID ક્રાઇમમાં ૪૦થી વધારે PIને પોસ્ટીંગ અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ૨૫૪ પીઆઇની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં રાજકોટના ૧૧ પીઆઇની પણ ટ્રાન્સફરનો ઓર્ડર કાઢવામાં આવ્યો છે. મોટા ભાગના અધિકારીઓને અન્ય જિલ્લામાં મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. PSIથી PIના પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા બાદ જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. પ્રમોશન બાદ જે તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિગ આપવામાં આવ્યા હતા. 254 જેટલા PIને એક સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રમોશન બાદ પણ 13 મહિના સુધી એ જ જગ્યાએ ફરજ બજાવતા PIની બદલી કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના 650થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવનાર હોવાની ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. જેની વચ્ચે આજે રાજ્ય પોલીસવડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા 254 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી છે જોકે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઇમાંથી પીઆઇ તરીકે પ્રમોશન મેળવી ચૂક્યા છે અને તેમને જે તે જગ્યા પર જ પ્રમોશન આપીને રાખવામાં આવ્યા હતા ત્યારબાદ હવે પોસ્ટિંગ આપી દેવામાં આવ્યા છે.
રાજ્ય પોલીસ વડા દ્વારા જે બદલીઓ કરવામાં આવી છે તેમાં વર્ષ 2013 અને વર્ષ 2016ની બેચના પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા. પ્રમોશન આપવામાં આવ્યા ત્યારબાદ પીઆઇને પોસ્ટિંગ આપવામાં આવ્યું નહોતું જે તે જિલ્લા અને શહેરમાં જ પીઆઇ તરીકે રાખવામાં આવ્યા હતા. પોલીસ વડા દ્વારા આજે પીઆઈ તરીકે સત્તાવાર રીતે તેમને જે તે જિલ્લા અને શહેરમાં પીઆઇ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ માટે બનાવવામાં આવેલા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં 17 પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. CID ક્રાઇમમાં પણ અલગ અલગ વિભાગો આવેલા છે જેમાં છેતરપિંડીથી લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચના પણ અલગ વિભાગો બનાવવામાં આવેલા છે ત્યારે CID ક્રાઇમમાં 40થી વધારે પીઆઇની નિમણૂક કરવામાં આવી છે. 254માંથી 60થી વધુ પીઆઇને જે તે વિભાગોમાં પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે બાકીના પીઆઇને જે તે જિલ્લા અને શહેરમાં પીઆઇ તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવેલું છે.
પીઆઇ હાલનું સ્થળ બદલીનું સ્થળ
મહેશકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય સરહદી વિભાગ
નિશાંત હરિયાણી રાજકોટ શહેર ગીર સોમનાથ
ઋતુરાજસિંહ જાડેજા રાજકોટ રૂરલ વડોદરા ગ્રામ્ય
કેતન પરમાર રાજકોટ રૂરલ પોરબંદર
વિજયકુમાર પરમાર રાજકોટ રૂરલ વડોદરા ગ્રામ્ય
કિશોરકુમાર સથવારા રાજકોટ રૂરલ સીઆઇડી ક્રાઇમ
વિપુલસિંહ ડોડીયા રાજકોટ રૂરલ જામનગર
જયરાજ ખાચર રાજકોટ ગ્રામ્ય દેવભુમિ દ્વારકા
ભાનુશંકર બોરીસાગર રાજકોટ શહેર કચ્છ-પૂર્વ ગાંધીનગર
કમલેશકુમાર ગરચર રાજકોટ ગ્રામ્ય દેવભૂમિ દ્વારકા
માંડાભાઇ હુણ રાજકોટ શહેર કચ્છ-પૂર્વ ગાંધીધામ


