By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    9 minutes ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    24 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ સહિત રાજ્યની છ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રાજકોટ સહિત રાજ્યની છ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

Editor
Last updated: 2026/01/06 at 4:35 PM
3 months ago
Share
રાજકોટ સહિત રાજ્યની છ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
SHARE

‘કોર્ટમાં માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂક્યો છે’

રાજકોટ સહિત રાજ્યની છ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

રાજકોટ, અમદાવાદ હાઈકોર્ટ સહિત વિવિધ શહેરોની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાનો ઈ-મેલ; 1.55 વાગ્યા સુધી ન્યાયાધીશો ખાલી કરવા અલ્ટિમેટમ, પોલીસ–સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં આજે ન્યાયિક તંત્રની સુરક્ષાને લઈને અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજકોટ, અમદાવાદ હાઈકોર્ટ સહિત રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેલ મળતાં સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. એક જ પેટર્નથી મોકલાયેલા આ ધમકીભર્યા સંદેશાઓમાં કોર્ટ પરિસરમાં RDXના ઉપયોગથી માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો હોવાનું લખાયું હતું અને બપોરે 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફને કોર્ટ ખાલી કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યો હતો. આ ધમકી માત્ર એક શહેર પૂરતી સીમિત ન રહી, પરંતુ રાજકોટ સાથે સાથે સુરત, અમદાવાદ, આણંદ અને ભરૂચ સહિત કુલ છ કોર્ટને નિશાન બનાવવામાં આવતા સમગ્ર રાજ્યમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ધમકીભર્યા ઈ-મેલમાં આતંકી સંગઠન LTTE (લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ)નું નામ ઉલ્લેખવામાં આવ્યું હતું. સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને ISKP સાથે જોડાયેલા તત્વોએ કોર્ટોને નિશાન બનાવી છે. જો કે, આ પ્રકારના ઉલ્લેખો ઘણી વખત ગેરમાર્ગે દોરવા માટે પણ કરવામાં આવતા હોવાથી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ દાવાની સત્યતા દરેક એંગલથી તપાસવામાં આવી રહી છે.
રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમમાંથી યુનિવર્સિટી પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. થોડા જ સમયમાં પોલીસનો મોટો કાફલો રાજકોટ કોર્ટ પરિસર પર પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે કોર્ટના તમામ પ્રવેશદ્વારો બંધ કરી દેવામાં આવ્યા અને હાજર સ્ટાફ, વકીલો તેમજ અરજદારોને બહાર કાઢી કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યો હતો. સમગ્ર કોર્ટ બિલ્ડિંગ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી.
મેઈલની ગંભીરતા જોતા કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી. પ્રિન્સિપલ જજે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના પોલીસ વિભાગને ધમકીભર્યા ઈ-મેલ અંગે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા આદેશ આપ્યા હતા. આ આદેશ બાદ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, SOG અને યુનિવર્સિટી પોલીસ સહિતનો કાફલો કોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવ્યો હતો. બોમ્બ નિષ્ણાતો દ્વારા કોર્ટ બિલ્ડિંગના ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી હતી, જ્યારે ડોગ સ્ક્વોડ દ્વારા દરેક રૂમ, ફાઇલ વિભાગ, બેઝમેન્ટ અને આસપાસના ખુલ્લા વિસ્તારો ચકાસવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાએ રાજકોટમાં વધુ ચિંતા એ કારણે પણ ઊભી કરી છે કે આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની વાયબ્રન્ટ સમિટ યોજાનાર છે. આ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી રહેવાની છે. વડાપ્રધાનના આગમનને લઈને પહેલેથી જ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. એવા સમયે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. શહેરના મહત્વના સરકારી ભવન, ન્યાયિક સંસ્થાઓ અને જાહેર સ્થળો પર વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે.
રાજકોટની સાથે સુરત, અમદાવાદ, આણંદ અને ભરૂચની કોર્ટને પણ સમાન પ્રકારની ધમકી મળતાં આ મામલો રાજ્યવ્યાપી બની ગયો હતો. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે અંદાજે 2 વાગ્યે અંગ્રેજીમાં ઈ-મેલ મોકલી RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સવારે કોર્ટના કર્મચારીઓ ફરજ પર આવ્યા ત્યારે આ ઈ-મેલ સામે આવતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક કોર્ટ કાર્યવાહી રોકી દેવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
અમદાવાદમાં પણ સ્થિતિ કંઈ અલગ ન હતી. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો કોર્ટ પરિસર પર પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટ બિલ્ડિંગના દરેક માળ, ફાસ્ટટ્રેક કોર્ટ, રજિસ્ટ્રી વિભાગ અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરક્ષા કારણોસર કોર્ટ પરિસરમાં હાજર તમામ સ્ટાફ અને વકીલોને બહાર જવા સૂચના આપવામાં આવી હતી. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને કોર્ટ પરિસરમાં પ્રવેશ ન આપવા કડક આદેશો આપવામાં આવ્યા હતા. કોર્ટની બહાર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા આવતા-જતા દરેક વાહન અને વ્યક્તિની ચકાસણી કરવામાં આવી રહી હતી. આ સમગ્ર દૃશ્યથી કોર્ટમાં હાજર રહેલા વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ધમકી કેટલી વાસ્તવિક છે અને તેની પાછળ કોણ છે. ઈ-મેલમાં આતંકી સંગઠનોના નામ, એક જ પ્રકારની ભાષા અને અલગ-અલગ શહેરોની કોર્ટને એકસાથે મોકલાયેલા સંદેશાઓથી એવું લાગી રહ્યું છે કે આ કોઈ એક વ્યક્તિની શરારત નથી, પરંતુ કોઈ સંગઠિત પ્રયાસ હોઈ શકે છે. બીજી તરફ, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ખોટી બોમ્બ ધમકીઓ આપીને ભય ફેલાવવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તેથી તપાસ એજન્સીઓ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં દરેક ટેકનિકલ અને માનવીય પાસું ચકાસી રહી છે.
સાઈબર ક્રાઈમ સેલ દ્વારા ઈ-મેલના સ્ત્રોતની તપાસ શરૂ કરવામાં આવી છે. કયા સર્વર પરથી, કયા IP એડ્રેસથી અને કયા દેશમાંથી આ ઈ-મેલ મોકલાયો હતો તે અંગે ટેકનિકલ વિશ્લેષણ ચાલી રહ્યું છે. સાથે જ, ઈ-મેલમાં વપરાયેલ ભાષા, શબ્દપ્રયોગ અને પેટર્નના આધારે અગાઉની ધમકીઓ સાથે તેની તુલના કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક રીતે આ ધમકી ગંભીર માનીને જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી તમામ કોર્ટ પરિસરો સંપૂર્ણ રીતે સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ગુજરાતમાં બોમ્બ ધમકીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ક્યારેક કોર્ટ, ક્યારેક શાળા અને ક્યારેક સરકારી કચેરીને નિશાન બનાવવામાં આવી છે. 18 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના પગલે સુરક્ષા એજન્સીઓએ વ્યાપક તપાસ હાથ ધરી હતી. મોટા ભાગના કિસ્સાઓમાં ધમકીઓ ખોટી સાબિત થઈ છે, પરંતુ દરેક વખતની જેમ આ વખતે પણ કોઈ જોખમ લેવા પોલીસ તૈયાર નથી.
કોર્ટ જેવી સંવેદનશીલ અને લોકશાહી માટે અતિ મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાની ધમકીથી સામાન્ય નાગરિકોમાં પણ ચિંતા ફેલાઈ છે. ન્યાય મેળવવા માટે કોર્ટ પર આવતા લોકોને આજે પોતાની સલામતી અંગે પણ વિચારવું પડ્યું છે. વકીલ મંડળ દ્વારા પણ પોલીસ અને સરકારને કોર્ટ પરિસરની સુરક્ષા કાયમી રીતે વધુ મજબૂત બનાવવા માંગ ઉઠી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હાલ તમામ સંભવિત એંગલથી તપાસ ચાલી રહી છે. જો આ ધમકી ખોટી સાબિત થાય તો પણ તેને ગંભીર ગુનો માનીને આરોપીઓને શોધી કાઢવામાં આવશે. કારણ કે આવી ધમકીઓ માત્ર ભય ફેલાવવાનું કામ જ નથી કરતી, પરંતુ સરકારી વ્યવસ્થાને ખોરવવા અને સામાન્ય જનજીવનમાં અસ્થિરતા લાવવાનો પ્રયાસ પણ હોય છે.
રાજ્યભરમાં હાલ ન્યાયિક સંસ્થાઓ, સરકારી ઇમારતો, રેલવે સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારો પર વધારાની નજર રાખવામાં આવી રહી છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોર્ટ પરિસરોમાં તપાસ પૂર્ણ થયા બાદ જ પરિસ્થિતિ સામાન્ય બનશે, તેવી માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર એ વાતને ઉજાગર કરી છે કે સુરક્ષા મામલે કોઈપણ ધમકી, જો તે ખોટી હોય, ને હળવાશથી લેવામાં આવી શકે નહીં. ગુજરાતમાં આજે જે રીતે કોર્ટોને એકસાથે નિશાન બનાવવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સતત સતર્ક રહેવાની જરૂર છે. હાલ રાજ્યની તમામ કોર્ટોમાં સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને આગામી કેટલાક દિવસો સુધી સુરક્ષા વ્યવસ્થા યથાવત્ કડક રહેશે, એવું પોલીસ સૂત્રોનું કહેવું છે.

સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર
કોર્ટોને મળેલી તાજી ધમકી બાદ રાજ્યભરમાં પોલીસ, ઇન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ખાસ કરીને ન્યાયિક સંસ્થાઓ, સરકારી ઇમારતો અને VIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખી વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ધમકી ખોટી સાબિત થાય તો પણ તેને હળવાશથી લેવામાં આવશે નહીં અને દરેક પાસેથી તપાસ પૂર્ણ થયા બાદ જ પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં આવશે.
આ સમગ્ર ઘટનાએ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. કોર્ટ જેવી સંવેદનશીલ અને મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાની ધમકીથી સામાન્ય નાગરિકોમાં પણ ચિંતા ફેલાઈ છે. હાલ તમામ કોર્ટ પરિસરોમાં તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

18 ડિસેમ્બરે જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી
18 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સ્કૂલોને મોકલાયેલા ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ઈ-મેલમાં ‘અમદાવાદ બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક’ જેવા શબ્દો લખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્કૂલોને ખાલી કરાવી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાયબ્રન્ટ સમિટ અને વડાપ્રધાનની મુલાકાત વચ્ચે ધમકી
આ ધમકી એવા સમયે મળી છે જ્યારે રાજકોટમાં આગામી 11 અને 12 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર-કચ્છની વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની પણ તૈયારી છે. આ કારણે રાજકોટ સહિત સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર પહેલેથી જ હાઈ એલર્ટ પર છે. એવામાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
રાજકોટ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Editor By Editor 22 hours ago
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?