રાજકોટમાં વસતા અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરિવારનો રવિવારે સ્નેહમિલન સમારોહ
મહાનુભાવો અને વિદ્યાર્થિઓનું સન્માન થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના શનેશ્વર પાર્ટી પ્લોટ, મવડી પાળ રોડ ખાતે સ્નેહમિલન, મહાનુભાવો તથા વિદ્યાર્થી સન્માન સમારોહ સહીતના કાર્યક્રમોનું આયોજન તા.૧૧મીએ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુળ હેતુ વતનની માટીની સુગંધ સાથે કર્મભુમિ રાજકોટમાં સૌને એક મંચ પર લાવી, સંગઠન, સ્નેહ અને સહઅસ્તિત્વની ભાવનાને વધુ મજબુત બનાવવાનો છે. આ કાર્યક્રમ તા.૧૧-૧-ર૬ને રવિવાર સાંજે 3:30 કલાકે શનેશ્વર પાર્ટી પ્લોટ, મવડી પાળ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ મહેમાનોનું સન્માન, આપણા સમાજના ગૌરવ સમાન વિશીષ્ટ મહાનુભાવોનો સન્માન અને શિક્ષણ ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો બહુમાન કરવામાં આવશે. તેમજ વડીલોના આશીર્વચન સાથે નવી પેઢી સુધી સંસ્કાર, સંઘષ્ર્ અને સફળતાની પ્રેરણાદાયી વારસાગાથા પહોંચાડવાનો પ્રયાસ રહેશે. લેખક તેમજ ગુજરાત સરકારના પુર્વ કલાસ-૧ અધિકારી શૈલેષભાઇ સગપરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આ કાર્યક્રમોમાં ઉદ્યોગપતિઓ શ્રીચીમનભાઇ હપાણી, શ્રીચતુરભાઇ સોરઠીયા, શ્રીશિવલાલભાઇ ભંડેરી, શ્રીધીરૂભાઇ દુધાત, શ્રીપ્રતાપભાઇ વસાણી, શ્રી જી.એમ.માંગરોળીયા તથા ખ્યાતનામ ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઇ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રીકૌશીકભાઇ સરધારા, રાજકોટ વકીલ મંડળના પ્રમુખ શ્રીસુમિતભાઇ વોરા, વેપારી અગ્રણી શ્રી ગુણવંતભાઇ પાનસુરીયા, શ્રી મનીષભાઇ નાકરાણી, શ્રી ધર્મેશભાઇ કાપડીયા વિગેરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ આ કાર્યક્રમમાં યુવાનોને વ્યકિતત્વ નિર્માણ, અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પ્રેરણાદાયી વાતો સાંભળવાનો સોનેરી અવસર મળશે.


