રાજકોટના નિર્માતા અને કલાદીપ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘ ઝુઝારુ’ ના ગીતોનુ ધ્વનિમુદ્રણ સંપન્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
યુ ઍ કોમ્યુનિકેશન દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘ ઝુઝારુ’ ના ગીતોનું રેકોર્ડિંગ અત્રેના સંગીતા સ્ટુડિયો ખાતે સંપન્ન કરાયુ હતું. જાણીતી સંગીતકાર બેલડી મનોજ- વિમલ દ્વારા પલ્લવી જાંબુચા, ડૉ,કિંજલ પરમાર , તેમજ શાહીદ દેખૈયા,કરીમ બુરબાન ના સ્વરને સ્વર બધ્ધ કરાયો હતો.
આ પ્રસંગે પ્રારંભે રાજકોટના ફિલ્મ નિર્માતા અશોક પટેલ તેમજ સાહિત્ય મર્મી આર.પી.જોશીએ દીપપ્રાગટ્ય કર્યુ હતું. ઝુઝારુ ફિલ્મના પ્રૉડયુસર મહેબૂબભાઈ બેલીમ, સહનિર્માતા ઉસ્માનભાઈ બેલીમ, નિર્માણાધીન ફિલ્મ ‘ઝુઝારુ’ ના ડાયરેક્ટર અઝિઝ ઇબ્રાહિમ, કથા ‘ કબીર ‘ સંવાદ લેખક બાલેન્દુશેખર જાની, ગીતકાર દિલીપ જોશી,તેમજ પ્રકાશ છે. રાજકોટની આસપાસના લોકેશનમાં નિર્માણ પામનાર ફિલ્મ ‘ઝુઝારુ’ કર્મ અને નિયતિના આટાપાટા વચ્ચે અટવાતી એક સંઘર્ષકથા નવીનતમ કથાવસ્તુ સાથે હ્રદયસ્પર્શી ઘટનાઓને આવરી લે છે.


