રાજકોટમાં ફૂડ શાખાએ લીધેલા 4 નમૂના ફેઇલ થયા છે અને પનીર અને ઘીના નમૂનાઓ અખાદ્ય નીકળ્યા છે, શ્રીરામ ડેરી, બજરંગ ડેરીના ઘીનો નમૂનો ફેઇલ ગયો છે, પાયલ પંજાબી, પંગત રેસ્ટોરન્ટનું પનીરનો નમૂનો ફેઇલ ગયો છે, રાજકોટ મનપાએ અલગ-અલગ 19 દુકાનોમાં ચેકિંગ કર્યુ હતુ અને 15 નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરાઇ હતી.
નમૂના ફેઈલ થતા ધંધાર્થીઓ વિરૂધ્ધ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે
રાજકોટ મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થના ચાર નમૂના ફેલ થયા છે, શ્રી રામ ડેરી, બજરંગ ડેરીના ઘીનો નમૂનો ફેઇલ,પાયલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટનું પનીર ખાવા લાયક ન હોવાનું બહાર આવ્યું છે, 19 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી અને ખાદ્ય વસ્તુઓના 15 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી, ખાદ્ય પદાર્થ નમૂના ફેઈલ થતા ધંધાર્થીઓ વિરૂધ્ધ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઘીમાંથી આયોડિન ધારાધોરણ કરતાં વધુ મળ્યું
રાજકોટ મનપા પાલિકાએ મોરબી રોડ ઉપર આવેલ શ્રીરામ ડેરીમાંથી શુધ્ધ ઘીનો નમૂનો તપાસ માટે લીધો હતો, જોકે આ સમગ્ર ઘટનામાં રિપોર્ટમાં B.R. READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ હોવાની વાત સામે આવી છે, તો ઘીમાં ચરબીનું પ્રમાણ ધારાધોરણ કરતા ઓછું હોવાથી નમૂનો ફેઈલ જાહેર થયો છે, અને આ અંગે હજી તપાસ ચાલું છે, આગામી દિવસોમાં હજી પણ અન્ય ડેરીમાંથી ઘી અને પનીરના નમૂના લેવામાં આવશે.


