રાજકોટમાં કિશોરી સાથે અડપલાનો કેસ જેમાં માલવિયા પોલીસે 82 વર્ષના વૃદ્ધની કરી અટકાયત, આ વૃદ્ધે જાહેરમાં બાળકી સાથે અડપલા કર્યા હતા અને 5 દિવસ પહેલાં વૃદ્ધે અડપલા કર્યાનું સામે આવ્યું છે, પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો અને કિશોરી સાથે અડપલાંનો વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી છે.
82 વર્ષના વૃદ્ધે કિશોરીને જાહેરમાં અડપલા કર્યા
રાજકોટના મોવડી ચોકડી પાસે જાહેરમાં કિશોરીના ગુપ્તાંગ ભાગે હાથ ફેરવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો, 82 વર્ષીય ડોસો બાળકને રમાડી રહ્યો હતો તે દરમિયાન એક બાળકી પણ ત્યાં ઉભેલી છે અને ડોસો જાહેરમાં બાળકીને ગુપ્તાંગના ભાગે હાથ ફેરવી રહ્યો હતો, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેને લઈ કાર્યવાહી કરી છે, વૃદ્ધ સતત અડપલા કરતો હતો 1 થી 2 મિનિટ સુધી વૃદ્ધ અડપલા કરતો હતો અને બાળકી ભોળી બનીને ઉભી હતી.
82 વર્ષીય વૃદ્ધ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
માલવિયા પોલીસે આ મામલે ગુનો પણ નોંધ્યો છે અને વૃદ્ધની પૂછપરછ કરી છે, વૃદ્ધનું નામ વિરમ બરારીયા હોવાનું સામે આવ્યું છે, અને માતા-પિતાએ ફરિયાદ નોંધી છે, પૌત્રીની ઉંમર જેટલી બાળકીને અડપલા કર્યા તેને લઈ રાજકોટમાં પણ લોકોમાં રોષ જોવા મળ્યો છે અને આ મામલે પોલીસ પણ સતર્ક બની છે.


