રાજકોટમાં વી.એમ. મહેતા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓએ ફી વધારા સામે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રપોઝ્ડ ફીના નામે 60 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ફી વધારાને લઈને કોલેજમાં તપાસ ટીમ પણ આવી હતી. કોલેજે 30 હજાર રૂપિયા ફી રીફંડ કરી હોવાનું લખાણ પણ કરાવ્યું હતું. આ ઘટનામાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ સામે કોલેજના પ્રિન્સિપાલ દાદાગીરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
વી.એમ મહેતા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓનો વિરોધ
રાજકોટમાં વી.એમ. મહેતા આયુર્વેદિક કોલેજમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રપોઝ્ડ ફીના નામે કોલેજ 60 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.વિદ્યાર્થીઓના વિરોધને લઈને તપાસ ટીમ કોલેજમાં આવી હતી.કોલેજ તંત્રએ 30 હજાર ફી રિફંડ કરી હોવાનું વિદ્યાર્થીઓને કહીને તેમની પાસે લખાણ પણ કરાવ્યા હતાં. વિદ્યાર્થીઓના વિરોધને લઈ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં ફી મામલે કોલેજના પ્રિન્સિપાલની દાદાગીરી
કોલેજના પ્રિન્સિપાલ રવિકાંત ગોયલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે,. મંત્રી કે સાંસદને ફરીયાદ કરવી હોય તો કરો. તેઓ વિદ્યાર્થીઓને ધમકાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પ્રિન્સિપાલની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે.


