- રૂપાલાના વાણિવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ
- પદ્મિનીબા વાળાને તેમના પતિએ મારકૂટના મેસેજ મામલે સ્પષ્ટતા
- “મારા પતિએ માર માર્યાનો ખોટો આરોપ લગાવ્યો”
રાજ્યમાં રૂપાલાના વાણિવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. અનેક વાર પરશોતમ રુપાલાએ માફી માંગી પણ ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં નથી. તેવામાં પદ્મિનીબા વાળાને તેમના પતિએ મારકૂટ કર્યાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા જેને લઇ આંદોલનકારી પદ્મિનીબાના સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા છે.
મળતી માહિતી મુજબ, દ્મિનીબા વાળાને તેમના પતિએ મારકૂટ કર્યાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતાને લઇ આંદોલનકારી પદ્મિનીબાના સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા છે. આંદોલનકારી પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, મારા પતિએ માર માર્યાનો ખોટો આરોપ લગાવ્યો છે. મને હેરાન કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. મારા પતિએ મને કોઈ અપશબ્દો નથી કહ્યા અને મારા પતિએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું તે વાત તદન ખોટી છે. મારા પરિવારમાં કોઈ સમસ્યા નથી. મારા અને મારા પરિવાર વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે.
દ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ છે. અફવા ફેલાવનારાઓને પડકાર ફેંકુ છુંકે, તમે જે કરવા માંગતા હો તે કરો, હું હમેશા હિન્દુત્વની વાત કરું છું. હિંદુઓ માટે મોદીએ જે કામ કર્યું તેને કોઈ ભૂલી ના શકે, હું ટોળામાં નથી નીકળતી. હું માત્ર મારી બહેનો સાથે લડત ચલાવું છું પણ સમિતિમાં સ્વાભિમાનની વાત મને ક્યાંય દેખાતી નથી. જે લોકો ફોન કરી ને મને બદનામ કરે કે ધમકાવે છે.
રૂપાલાને લઇ પદ્મિનીબાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું રૂપાલા નો વિરોધ કરું છું, હિન્દુત્વ નું સમર્થન કરું છું. મારા પરિવારને કઈ પણ થયું, ફેક ન્યુઝ વાયરલ કરનારને હું મૂકવાની નથી. જો મે ભાજપ પાસેથી પૈસા ખાધા હોઈ તો મારા વિરૂદ્ધમાં પુરાવા લઈ આવો. પૈસાની વાત તદ્દન ખોટી છે, પૈસા માટે આ આંદોલન નહોતું કર્યું. મારા સમાજ માટે મે ભાજપ સાથે દુશ્મનાવટ કરી છે. મને માનસિક રીતે પરેશાન કરવા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે. પણ હા…રૂપાલા વિરુદ્ધ પ્રચાર પ્રસાર યથાવત રહેશે.


