- મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ચેકિંગ કરાયું
- ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 26,650/-નો વહીવટી ચાર્જ વસુલ કરાયો
- વિવિધ મુખ્ય માર્ગો પર પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા વેપારીઓને દંડ કરાયો
રાજકોટમાં મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા ધંધાર્થીઓ સામે ઝુંબેશ ચલાવીને 101 વેપારીએ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.16થી તા.17/04/2024 (બે દિવસ) દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવતા કુલ 101 આસામીઓ પાસેથી 6.295 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 26,650/-નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.
ગંદકી કરતા આસામી પાસેથી વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો
મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–2021 અન્વયે તારીખ 16 થી 17 બે દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 101 આસામીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા વેપારીઓને દંડ કરાયો
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 35 આસામીઓ પાસેથી 1.345 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા 8050નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 47 આસામીઓ પાસેથી 3.850 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 13550નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 19 આસામીઓ પાસેથી 1.100 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.50505નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.


