રાજકોટ બાર એસોશિએશનની ચૂંટણીમાં સેક્રેટરી તરીકે નિલેશ પટેલ વિજેતા જાહેર થયો છે અને જોઇન્ટ સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલીયાની જીત થઈ છે, ખજાનચી તરીકે પ્રગતિ માકડીયાની વરણી કરવામાં આવી છે અને મહિલા સદસ્ય તરીકે હિરલ જોષી વિજેતા બન્યા છે. રાજકોટ બાર એસોશિએશનની ચૂંટણીમાં 2704 વકીલે મતદાન કર્યુ હોવાની વાત સામે આવી છે.
ગત બપોરે 4 વાગે મતગણતરી કરાઈ હતી શરૂ
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ બાર એસોસિએશનના વન બાર વન વોટ મુજબના આશરે 4349 પેકો 2704 વકીલો અને પોતાની પસંદગીના ઉમેદવારો ઉપર જીતનો કળશ ઢોળ્યો હતો. ગતા સાંજે 4 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને મોડી રાત્રે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતુ, રાજકોટ બાર એસોસિયેશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી ઉપર શહેરના લીગલ સેલના વકીલોના બે જૂથ વચ્ચે ધારાસભાની ચૂંટણી જેવા સંમેલનોના, પ્રચારમારા બાદ જામનગર રોડ ઘંટેશ્વર પાસે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે બીજા વર્ષે મતદાન યોજાયું હતું.


