- ત્રંબામાં સનાતન ધર્મ સંત સંમેલન
- સંમેલનમાં કેટલાક મહત્વના ઠરાવ પસાર કરાયા
- સનાતન ધર્મની રક્ષા માટે યુવાનોને તૈયાર કરાશે
રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું સંમેલન યોજાયું હતું. જેમાં 11 સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે રાજ્યભરમાંથી સંતો-મહંતો-કથાકારો આ સંમેલનમાં હાજર રહ્યા હતા. સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સનાતન ધર્મના અલગ-અલગ મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
સનાતન ધર્મને લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા
રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મના સંત સંમેલનમાં સનાતન ધર્મને લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. સાથે જ આ સંમેલનમાં કેટલાક મહત્વના ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં મંદિર અને સનાતન ધર્મના સ્થાનની રક્ષા માટે નિર્ણય લેવામાં આવ્યા હતા. સનાતન ધર્મની રક્ષા માટે યુવાનોને તૈયાર કરવા અંગે પણ જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનો, મંદિર અને સનાતન ધર્મના સ્થાનની રક્ષાનો, વેદાંત યુનિવર્સિટીની સ્થાપના અંગેનો ઠરાવ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
ત્રંબામાં સનાતન ધર્મનું મોટું મહાસંમેલન
રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું મોટું મહાસંમેલન યોજાયું હતું. મહત્વનું છે કે, આગામી 11 સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી સંતો મહંતો કથાકારો આ સંમેલનમાં હાજર રહ્યા હતા. તથા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને આ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહંત મુક્તાનંદ બાપુનું નિવેદન
આ સંમેલનમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરાતા તથા સનાતનની સાધુ અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યા હતા. સાથે જ કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવી દેવતાઓને નીચા ચીતરતા હોય તેની સામે પગલાં લેવા માટે નિર્ણય લેવામાં આવ્યા હતા. તેમજ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને લઈને ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે કે જે પણ જવાબદાર લોકો હોય તેમની સામે કડક પગલા લેવા જોઈએ. આવી ઘટનાઓ વારંવાર બને છે તે ના બનવી જોઈએ.


