રાજકોટના જસદણના આટકોટમાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, અલગ અલગ બ્રાન્ડની 1100 પેટી વિદેશી દારૂની ઝડપી પાડી છે, SMCની રેડ દરમિયાન દારૂનો જથ્થો પકડાયો છે અને SMCએ ટ્રક ડ્રાઇવર સહિત 2ની કરી ધરપકડ. દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશમાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જસદણના આટકોટ ગામ નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો
આટકોટ પાસે બાપા સીતારામ હોટલ નજીક પાર્ક કરેલ સિમેન્ટના ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, SMCની રેડ દરમિયાન મોટા પ્રમાણમાં ઝડપાયો છે, એસએમસીએ ડ્રાઈવર અને કલિનરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે, દારૂનો જથ્થો કયાંથી આવ્યો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. એસએમસીએ બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, 31 ડિસેમ્બર પહેલા સૌથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે.
જસદણ ખાતે છેલ્લા 6 માસમાં રૂ.1.31 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો હતો
રાજકોટ જિલ્લાના જસદણ વિસ્તારામ આવતા જસદણ, વિંછીયા આટકોટ અને ભાડલા પોલીસ દ્વારા છેલ્લા 6 માસમાં 1.31 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આજે જસદણ રેલવે સ્ટેશન નજીક પોલીસે તમામ રૂ.1.31 કરોડનાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.


