- SOGએ ગોડાઉનમાં દરોડા કરી ઝડપ્યો જથ્થો
- 184 બિયારણની જુદી-જુદી કંપનીની બેગ જપ્ત કરી
- કુલ 1, 28, 800નો બિયારણનો જથ્થો કર્યો જપ્ત
ગત 20મી મેના રોજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા નકલી બિયારણને લઈને તપાસ તેજ કરી દેવામાં આવી હતી. ત્યારે, રાજકોટ રૂરલ SOG દ્વારા ઉપલેટા શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બિયારણનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રૂરલ SOG શાખાએ ઉપલેટા શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બિયારણનો મસમોટો જથ્થો કબજે કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય SOGને બાતમી મળી હતી કે ઉપલેટા શહેરના પરેશ વલ્લભભાઈ સેલારકાએ પોતાના ગોડાઉનમાં નકલી બિયારણનો મોટો જથ્થો રાખ્યો છે. બાતમીને આધારે રાજકોટ રૂરલ SOG દ્વારા ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા.
રાજકોટ રૂરલ SOG દ્વારા બાતમીના આધારે દરોડા પાડીને શંકાસ્પદ કપાસના બિયારણનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દરોડા દરમિયાન, કુલ રૂપિયા 1,28,800 નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

નકલી અને શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયા બાદ ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. નકલી તેમજ શંકાસ્પદ બિયારણ ઝડપાયા બાદ બીજ પ્રમાણન અધિકારી દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયો છે. કપાસના બિયારણનો શંકાસ્પદ જથ્થો ઝડપાયા બાદ સમગ્ર રાજકોટ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.


